નવી દિલ્લીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દિલ્લીના એઇમ્સ હોસ્પિટલમાં ભરતી છે. બુધવારના રોજ સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે તેમની કીડની ફેઇલ થઇ ગઇ છે અને તેઓ એઇમ્સમાં ડાયાલિસિસ પર છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, ભગવાન કૃષ્ણ તેમની રક્ષા કરશે.
વિદેશ મંત્રી સાત નવેમ્બરના રોજ એઇમ્સમાં ભરતી થયા હતા. ત્યાં ડોક્ટરોની એક ટીમે તેમની સારવાર કરી રહી છે. કાર્ડિયો થોરેકિક સેન્ટરના પ્રમુખ બલરામ એરાનની દેખરેખમાં સુષ્માને હોસ્પિટલમાં કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે.
આ અગાઉ એઇમ્સના સૂત્રોના કહેવા પ્રમાણે, તેમની હાલત સ્થિર છે. ડાયાબિટીઝની જૂની બિમારીને કારણે તેમની કિડની ખરાબ થઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા કેટલાક સમયમાં તેઓ હોસ્પિટલમાં જ રહેશે.