Operation Sindoor: મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન ગણાવી હતી. આ પછી હોબાળો મચી ગયો છે. આ મુદ્દે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મનમાં જે હતું તે બહાર આવી ગયું છે. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે ભાજપ પહેલાથી જ આ કરી રહ્યું છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ભાજપ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "જે પક્ષના પ્રવક્તા જ મુસ્લિમ હોય, જે પસંદગીના જ મુસ્લિમ પ્રવક્તા રાખે છે, તેનું મુસ્લિમો પ્રત્યે આવું વલણ છે. આનો અર્થ એ છે કે તેના મનમાં કંઈક બીજું છે અને બતાવે છે કંઈક બીજુ." કેસ દાખલ થયો તે ઠીક છે, પરંતુ સજા ક્યાં મળે છે? જ્યારે આપણી સેનાએ કોઈને પદ અને જવાબદારી આપી છે, ત્યારે તેણે થોડો વિચાર કરીને તે આપી હશે. તમે તેની વિરુદ્ધ આવી ટિપ્પણીઓ કરી રહ્યા છો. આ આ પક્ષનો નિયમ બની ગયો છે, તે પ્રશંસા પણ કરશે અને ટીકા પણ કરશે. આ તેમનું રાજકારણ છે.

યુદ્ધવિરામના મુદ્દા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ ગઈ છે. આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "પાકિસ્તાનના ઘણા પ્રાંતોમાં એક અલગ સેના બનાવવામાં આવી હતી અને તે પાકિસ્તાનની સેના સામે ઉભી રહી હતી. આવી તકો વારંવાર આવતી નથી. આખો દેશ ઇચ્છતો હતો કે આપણે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીએ અને એવી કાર્યવાહી કરીએ જેને પાકિસ્તાન ભૂલી ન શકે. આટલી સારી તક ચૂકી જવામાં આવી." તમને જણાવી દઈએ કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તેમણે આ પહેલા પણ ઘણા બેબાક નિવેદનો આપ્યા છે. તાજેતરમાં  કુંભ મેળા વખતે પણ જે દૂર્ઘટના ઘટી હતી ત્યારે પમ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતાના વિચારો રજુ કર્યા છે.

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો, પરંતુ પાકિસ્તાન તેના જવાબમાં આક્રમક બન્યું. તેણે ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જોકે પાકિસ્તાનનો દરેક હુમલો નિષ્ફળ ગયો.