Swami Chaitanyananda Arrest:  દિલ્હી આશ્રમમાં અશ્લિલ કાંડ પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે આગ્રાથી ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ દિલ્હી પોલીસ ચૈતન્યાનંદને આગ્રાથી દિલ્હી લાવી રહી છે.

Continues below advertisement

Continues below advertisement

દિલ્હીની એક ખાનગી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરવામાં આવી છે. તેની આગ્રામાં ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓના આરોપો બાદથી પોલીસ તેને શોધી રહી હતી. તેનું છેલ્લું લોકેશન આગ્રામાં મળી આવ્યું હતું, જેના કારણે પોલીસે આગ્રા અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરવામાં આવી છે. તેમને ગઈકાલે રાત્રે લગભગ 3:30 વાગ્યે એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા ઘણા દિવસોથી આગ્રામાં છૂપાયેલો હતો. હાલમાં તેની પૂછપરછ અને તબીબી તપાસ ચાલી રહી છે.

EWS ક્વોટાની એક વિદ્યાર્થીનીએ માર્ચ 2025માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે 60,000 દાન કરવા છતાં તેની પાસેથી વધારાની રકમ માંગવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ પ્રમુખ ચૈતન્યાનંદ (62) એ સંસ્થામાં વફાદાર લોકોનું નેટવર્ક બનાવ્યું હતું અને તેમને એવી જગ્યાઓ પર નિયુક્ત કર્યા હતા જેના માટે તેઓ લાયક પણ નહોતા.

ચૈતન્યાનંદે તેને કહ્યું હતું કે  60,000 રૂપિયા ચૂકવે અથવા  એક વર્ષ માટે સંસ્થામાં પગાર વિના કામ કરે અથવા કોલેજ છોડી દે. ખાનગી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે 30થી વધુ વિદ્યાર્થીનીઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં અનેક વિદ્યાર્થીનીઓએ ચૈતન્યાનંદ દ્વારા જાતીય સતામણી, છેડતી અને ધમકીઓની ફરિયાદ કરી હતી. ત્યારબાદ, 4 ઓગસ્ટના રોજ ચૈતન્યાનંદ સામે FIR દાખલ કરવામાં આવી હતી.

ચૈતન્યાનંદ મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને તેના ક્વાર્ટરમાં આવવા દબાણ કરતો હતો, જો તેઓ આમ ન કરે તો તેમને ધમકી આપતો હતો. ચૈતન્યાનંદે તેની ટીમમાં ઘણી મહિલાઓને પણ નોકરી પર રાખી હતી જે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની ચેટ ડિલીટ કરતી હતી. પોલીસને ચેટ ડિલીટ થવાના પુરાવા પણ મળ્યા છે. ચૈતન્યાનંદે મહિલા વિદ્યાર્થીનીઓને લંડનની ટ્રિપ માટે પણ લલચાવ્યો હતો. તે તેમને કહેતો હતો કે તે તેમને લંડન લઈ જશે અને તેમને કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં.

ચૈતન્યાનંદે કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી હતી.

ચૈતન્યાનંદે દિલ્હીની એક કોર્ટમાં તેમના વિરુદ્ધના આરોપો અંગે જામીન અરજી દાખલ કરી હતી. જોકે, શુક્રવારે કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે જણાવ્યું હતું કે તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને પોલીસ માટે "છેતરપિંડી, કાવતરું અને ભંડોળના દુરુપયોગના રેકેટનો પર્દાફાશ કરવા" માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.