Swati Maliwal News: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પહેલીવાર ઈન્ટરવ્યુ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેણીએ કહ્યું કે તે 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રીને મળવા તેમના ઘરે ગઈ હતી. ત્યાં સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. તે જ સમયે બિભવ કુમાર ત્યાં આવે છે અને તેણે મને એકસાથે સાત-આઠ થપ્પડ મારી. મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેણે મારો પગ પકડી લીધો. મને નીચે ઢસડી.
કોઈ મદદ કરવા ન આવ્યું- સ્વાતિ માલીવાલ
સ્વાતિ માલીવાલે કહ્યું, મારું માથું ટેબલ સાથે અથડાયું. હું નીચે પડી ગઈ. પછી તેઓએ મને લાત મારવાનું શરૂ કર્યું. મેં ખૂબ જોરથી ચીસો પાડી પણ કોઈ મદદ કરવા ન આવ્યું.
સ્વાતિ માલીવાલ ભાવુક થઈ ગયા
AAP સાંસદે ભાવુક થઈને કહ્યું, મેં એ ન વિચાર્યું કે મારું શું થશે. મારી કારકિર્દીનું શું થશે? આ લોકો મારી સાથે શું કરશે? મેં ફક્ત એટલું જ વિચાર્યું કે મેં બધી સ્ત્રીઓને જે કહ્યું છે તે એ છે કે તમારે હંમેશા સત્ય સાથે ઊભા રહેવું જોઈએ… જો તમારી સાથે કંઈક ખોટું થયું હોય તો ચોક્કસ લડવું, તો હું આજે જાતે કેવી રીતે ન લડી શકું.
'રોજ કહેવાય છે કે હું ભાજપની એજન્ટ છું'
સ્વાતિ માલીવાલે કહ્યું, મારી વિરુદ્ધ આખી પાર્ટીને લાવવામાં આવી છે. દરરોજ પ્રેસ કોન્ફરન્સ થાય છે. દરરોજ એવું કહેવામાં આવે છે કે હું ભાજપની એજન્ટ છું. હું નવ વર્ષથી જાહેર જીવનમાં છું. તે પહેલા હું 2006 થી કામ કરતી હતી. હું આ દેશમાં ઘણા મોટા મુદ્દાઓ ડર્યા વગર ઉઠાવ્યા છે. તો હું આજે ભાજપની એજન્ટ બની ગઈ?.
આ સાથે તેણે કહ્યું કે, મેં ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું લેડી સિંઘમ હતી, હું આ દેશની મહિલાઓની પ્રખર અવાજ હતી? પરંતુ ફરિયાદ નોંધાવતાની સાથે જ હું બીજેપીની એજન્ટ બની ગઈ. એવું કહેવાય છે કે ભાજપે મને ડરાવી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું રાજીનામું નહીં આપુું.