આગ્રા: 17મીં સદીનું પ્રેમનું સ્મારક તાજમહેલ અને આગ્રાનો કિલ્લો લગભગ છ મહીના બાદ સોમવારથી ફરી પ્રવાસીઓ માટે ખુલશે. કોરોના મહામારીના કારણે આ સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ પ્રવાસન સ્થળોને ફરી ખોલવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.


તાજમહેલના કેરટેકર અમરનાથ ગુપ્તાએ કહ્યું, “પૂર્વી અને પશ્ચિમી ગેટ પર સૈનિટાઈઝેશન, થર્મલ સ્ક્રીનિંગ, સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે સર્કલ્સનું પેન્ટિંગ, વગેરે બનાવી દેવામાં આવ્યું છે. એક શિફ્ટમાં માત્ર 2500 પ્રવાસીઓને જ અંદર પ્રવેશની મંજૂરી અપાશે અને આ માત્ર ઓનલાઈન બુકિંગ દ્વારા જ શક્ય બનશે. વિદેશીઓને એન્ટ્રી ટિકિટ માટે 1100 રૂપિા ભોગવવું પડશે અને દેશના મુલાકાતીઓએ 50 રૂપિયા પ્રતિ ટિકિટના ચૂકવવા પડશે. સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલની કબરોના દ્રશ્ય માટે મુખ્ય મંચમાં એન્ટ્રી કરવા માટે 200 રૂપિયાની ટિકિટ એક્સ્ટ્રા છે. ”

આગ્રામાં કોરોનાથી અત્યાર સુધી 117ના મોત

આગ્રામાં અત્યાર સુધી કુલ 4706 કોરોના વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 3727 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 862 છે. અત્યાર સુધી 117 લોકોનાં મોત થયા છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ