ગોરખપુરઃ રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર હુમલા જારી જ છે. કિસાન યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ વિજય માલ્યાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. ગાંધીએ કહ્યું કે, જો કોઈ ખેડૂત એક ખાટલો લઈ જાય તો તેચોર થઈ જાય પરંતુ કોઈ 9000 કરોડ રૂપિયા લઈને ભાગી જાય તો તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે. રાહુલ વિજય માલ્યાના વિશે બોલી રહ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, દેવરિયામાં મંગળવારે રાહુલની કિસાન યાત્રાની શરૂઆત રૂદ્રપુરમાં આયોજિત ખાટ સભા ખતમ થવા પર સભામાં આવેલ લોકોની વચ્ચે ખાટ લૂંટવાનું ચાલુ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો ખાટલા લૂંટી ગયા જેના પર તેમની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની કિસાન યાત્રામાં પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી જી અમેરિકાના નહીં ભારતના પીએમ છે, માટે દેશના ખેડૂતો તરફ પણ જોવું જોઈએ પરંતુ જન ત્રસ્ત છે, મોદી જી મસ્ત છે.
રાહુલની સભાઓમાં પીએમ મોદી તેના નિશાન પર હતા. તેમણે કહ્યું, જનતા ત્રસ્ત છે, મોદી જી મસ્ત છે. ક્યારેક તે અમેરિકા જાય છે, ક્યારેક જાપાન જાય છે, ક્યારેક ચીન જાય છે. હું ઈચ્છું છું કે મોદીજી થોડું ભારતના ખેડૂતો તરફ પણ જુએ.