તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી એઆઈએડીએમકે દ્વારા મોટા દાવ રમવામાં આવ્યો છે. રવિવારે સાંજે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં વાયદો કરવામાં આવ્યો છે કે જો રાજ્યમાં AIADMKની સરકાર બની તો દરેક પરિવારથી એક સદસ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ સાથે જ દર વર્ષે દરેક પરિવારને 6 એલપીજી સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. 



નાગરિક્તા કાયદા (સીએએ) પર શું કહ્યું ?


AIADMKના નેતા સી પ્રોન્નયનએ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું, અમે ભારતમાં શ્રીલંકાઈ તમિલ શરણાર્થિઓ માટે  નાગરિકતા અને રહેણાંક પરવાનગી માટે કેન્દ્ર સરકારને વિનંતી કરીશું. AIADMK કેંદ્ર સરકારને નાગરિક્તા કાયદો (સીએએ) પરત લેવા માટે કહેતા રહેશે.



BJP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે AIADMK


તમિલનાડુમાં એઆઈએડીએમકે ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે.  AIADMK 177 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ગઠબંધન સહયોગી 43 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. 6 એપ્રિલે મતદાન અને પરિણામ 2મેના રોજ આવશે.