TN Exit Poll Results 2021 Time: તમિલનાડુમાં 234 સીટો માટે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. 6 એપ્રિલના રોજ થયેલા વોટિંગમાં કુલ મળીને 71.43 ટકા મતદાન નોંધાયું હતું. 234 બેઠકો વાળી તમિલનાડુ વિધાનસભાની સત્તા પર કબ્જો કરવા માટે એઆઈડીએમકે, ડીએમકે અને બીજેપી મુખ્ય રીતે ચૂંટણી મેદાનમાં છે.


2016ની ચૂંટણીમાં શું હતું પરિણામ


2016માં થયેલી ચૂંટણીમાં એઆઈડીએમકેએ જયલલિતાના નેતૃત્વમાં જીત હાંસલ કરી હતી, પરંતુ 5 ડિસેમ્બર 2016ના રોજ જયલલિતાનું નિધન થયું હતું. જે બાદ ઓ પનીરસેલ્વમ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 73 દિવસ બાદ તેઓ સીએમની ખુરશીથી હટી ગયા હતા. 16 ડિસેમ્બર 2017ન રોજ ઈ પલાનીસ્વામી રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા અને તેમના નેતૃત્વમાં 2021ની ચૂંટણી લડવામાં આવી છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ જયલલિતાના નેતૃત્વમાં 136 બેઠકો જીતીને સરકાર રચી હતી. ડીએમકેને 89, કોંગ્રેસને 8 અને આઈયુએમએલને એક બેઠક મળી હતી. એટલે કે ડીએમકે તથા અન્ય પક્ષોને કૂલ 98 બેઠકો મળી હતી.  એઆઈએડીએમકેએ 2016માં બીજેપી સાથે ગઠબંધન કર્યું ન હતું. એ વખતે બીજેપી તમિલનાડુમાં ખાતું પણ ખોલી શકી ન હતી.


રાજકીય સમીકરણ


તમિલનાડુમાં AIADMK અને બીજેપી ગઠબંધન સરકાર બનાવવા લડાઈ લડી રહ્યા છે. જ્યારે ડીએમકે અને કોંગ્રેસ તરફથી ટક્કર આપવામાં આવી રહી છે. બીજેપી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક સ્થાનિક નેતાઓ ચૂંટણી સભાઓ સંબોધી હતી. કમલ હાસની રાજકીય પાર્ટીએ પણ પ્રથણ વખત રાજ્યમાં કિસ્મત અજમાવવાનો ફેંસલો કર્યો અને મક્કલ નિધિ મય્યમએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.


ક્યાં જોઈ શકાશે તમિલનાડુના એક્ઝિટ પોલ


Websites


લાઈવ ટીવી: https://www.abplive.com/live-tv


હિંદી વેબસાઈટ: https://www.abplive.com/


અંગ્રેજી વેબસાઈટ: https://news.abplive.com/


Youtube


હિંદી યૂટ્યૂબ: https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w


અંગ્રેજી યૂટ્યૂબ: https://www.youtube.com/user/abpnewstv


સોશિયલ મીડિયા યૂઝર્સ માટે પણ અમે એક્ઝિટ પોલ સાથે જોડાયેલ દરેક જાણકારી આપીશું


હિંદી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews


અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive


ટ્વીટર હેન્ડલ: twitter.com/abpnews


ઇન્સ્ટાગ્રામ: instagram.com/abpnewstv