Amit Shah On MK Stalin : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના પ્રવાસે છે. અહીં વેલ્લોરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યની ડીએમકે-કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. ગૃહમંત્રીએ તમિલનાડુમાં 10 વર્ષ સુધી કોંગ્રેસ-ડીએમકેની સરકાર હતી. તે દરમિયાન 12,000 કરોડ રૂપિયાના કૌભાંડોમાં સંડોવાયેલી હોવાની અને DMKના કારણે દેશને કોઈ તમિળ વડાપ્રધાન ના મળવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
આ સાથે જ અમિત શાહે કહ્યું હતું કે, 9 વર્ષમાં કોઈએ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લગાવ્યો.
અમિત શાહે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું કે, એમકે સ્ટાલિને મને પૂછ્યું હતું કે, અમારી સરકારે 9 વર્ષમાં તમિલનાડુને શું આપ્યું? તો સ્ટાલિનજી કાન ખોલીને સાંભળી લે, કે તમિલનાડુને માત્ર 90 હજાર કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી હતી અને તે પણ ત્યારે જ્યારે તમે જ કોંગ્રેસની સરકારમાં શામેલ હતા. જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં તમિળનાડુને રૂપિયા 2 લાખ 47 હજાર કરોડ આપવામાં આવ્યા છે.
અમિત શાહે મોદી સરકારના વખાણ કર્યા
તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. સરકારે ભારતને પણ સુરક્ષિત બનાવ્યું છે. આ સાથે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તમિલનાડુના ચોલા સામ્રાજ્યના સેંગોલને સંસદભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. 2024માં દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. 2024માં અન્નામલાઈ જીના નેતૃત્વમાં ભાજપને તમિલનાડુમાંથી લોકસભાની બેઠકો મળવા જઈ રહી છે અને કેન્દ્રમાં તમિલનાડુમાંથી મંત્રીઓ પણ બનાવવામાં આવશે.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ડીએમકે-યુપીએ સરકાર 10 વર્ષથી સત્તામાં હતી. અગાઉ તે 8 વર્ષ સત્તામાં હતી, પરંતુ તમિલનાડુના બાળકોને CAPF, NEET અને અન્ય પરીક્ષાઓમાં તમિલમાં પેપર લખવાની મંજૂરી જ ના આપવામાં આવી. હવે અખિલ ભારતીય સેવાઓ, NEET, CAPFની પરીક્ષાઓ પણ તમિલ ભાષામાં લેવામાં આવે છે.
તો શું આગામી PM તમિળનાડુમાંથી હશે?
ફેડરલ ન્યૂઝ વેબસાઈટે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહે ભવિષ્યમાં તમિલને વડાપ્રધાન બનાવવાની હિમાયત કરી હતી.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે રવિવારે દક્ષિણ ચેન્નાઈમાં બીજેપી પદાધિકારીઓની બંધ બારણે બેઠકમાં આ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું હતું કે, આપણે તમિલનાડુના બે (સંભવિત) વડાપ્રધાનોને ગુમાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે કહ્યું હતું કે, આપણી પાસે (સંભવિત) બે વડાપ્રધાનો કામરાજ અને મૂપનાર ગુમાવ્યા. તેમના વડાપ્રધાન ન બની શકવા માટે DMK જવાબદાર છે.
ગૃહમંત્રી શાહે આ બે નેતાઓના નામ લીધા - સૂત્રો
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીઅમિત શાહ દ્વારા જેમના નામ લેવામાં આવ્યા તે બે નેતાઓમાંથી એક કે કામરાજે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી લાલ બહાદુર શાસ્ત્રી અને બાદમાં ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મદદ કરી હતી. કહેવાય છે કે, નેહરુ પછી કામરાજ પીએમ બની શક્યા હોત. જેને તેમણે ઠુકરાવી દીધું હતું. જ્યારે 1996માં ગઠબંધન સરકારની પીએમ રેસમાં જીકે મૂપનાર મુખ્ય દાવેદાર હતા, પરંતુ ડીએમકેના વડા એમ કરુણાનિધિએ તેમના નામ સાથે બે વાર અસંમતિ વ્યક્ત કરી હતી. આમ ડીએમકેના કારણે જ દેશને બે તમિળ વડાપ્રધાન મળતા મળતા રહી ગયા.