ચેન્નઈ: તમિલનાડુમાં એક દિવસમાં સૌથી વધુ 1162 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 23 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 11 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા 1162 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 23495 થઈ ગઈ છે.




તમિલનાડુમાં વધુ 11 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 184 પર પહોંચી છે. હાલ ચેન્નઈમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 413 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તમિલનાડુમાં આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં 32 લોકો મહારાષ્ટ્ર, 10 દિલ્હી, 3 કર્ણાટકથી પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13170 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.