Tarek Fatah Passed Away: પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તારિક ફતેહની પુત્રી નતાશા ફતેહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
કેનેડામાં રહેતા લેખક ઇસ્લામ અને આતંકવાદ પરના તેમના પ્રગતિશીલ વિચારો માટે જાણીતા હતા. ફતેહે અનેકવાર પાકિસ્તાનની ટીકા કરતા કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
તારિક ફતેહનો જન્મ 1949માં પાકિસ્તાનમાં થયો હતો અને બાદમાં તે 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડા જતા રહ્યા હતા. તેમણે કેનેડામાં રાજનીતિક કાર્યકર્તા, પત્રકાર અને ટેલિવિઝન હોસ્ટ તરીકે કામ કર્યું છે અને અનેક પુસ્તકો લખ્યા છે.