India-China Clash: તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ આમને સામને છે, આવા સમયે હવે ભારતે આક્રમક નીતિ અપનાવી છે. ભારતીય વાયુસેનાની પૂર્વીય કમાન આજથી એટલે કે ગુરુવાર (15 ડિસેમ્બર)થી બે દિસવીય યુદ્ધાભ્યાસ કરવા જઇ રહી છે. આ યુદ્ધાભ્યાસ બે દિવસ (15-16 ડિસેમ્બર) સુધી ચાલશે, આ એક્સરસાઇઝ આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર પૂર્વીયના તમામ રાજ્યોની એર સ્પેસમાં કરવામાં આવશે.
આને લઇને વાયુસેનાએ નૉટમ એટલે કે નૉટિસ ટૂ એરમેન પણ જાહેર કરી દીધી છે. જોકે, આ યુદ્ધાભ્યાસ તવાંગની ઘટના પહેલાથી જ નક્કી થઇ ચૂક્યો હતો, પરંતુ આ દરમિયાન અરુણાચલ પ્રદેશથી લાગેલી સામી એલએસી પર વાયુસેનાની તાકાતનો નમૂનો જરૂર જોવા મળશે.
કેમ આપી ચેતાવણી -
જાણકારી અનુસાર, વાયુસેનાએ 8 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ અને આસામમાં થનારી આ એક્સરસાઇઝ માટે નૉટમ જાહેર કરી દીધુ હતુ, આ નૉટમ દ્વારા અરુણાચલ પ્રદેશ અને આસામની એર સ્પેસમાં ઉડાનને લઇને ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે, જેથી સિવિલ ફ્લાઇટ્સ અને સિવિલ એટીસીની આ દિવસો દરમિયાન (15-16 ડિસેમ્બર) લડાકૂ વિમાનોની વધુ ઉડાનને લઇને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.
Viral Video: ચીની સૈનિકોને લાકડીઓથી ફટકારતી ભારતીય સેનાને જુનો વીડિયો વાયરલ, લોકો બોલ્યા- આ છે નવુ ભારત, પંગા ના લેતા
India China Clash Viral Video: ભારત અને ચીનની વચ્ચે એલએસી પર સ્થિતિ વિકટ બની ગઇ છે, 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ, જેમાં બન્ને દેશોના કેટલાક જવાનો ઘાયલ થયા હતા, આ હિંસક અથડામણ માટે ભારત સરકાર ચીનને દોષી ઠેરવી રહી છે. વળી, હવે આ ઘટનાની વચ્ચે સોશ્યલ મીડિયા પર એક જુનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય સૈનિકો લાકડીઓથી ચીની સૈનિકોને ઠોકતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં બન્ને દેશોના સૈનિક વચ્ચેની હિંસક અથડામણ દેખાઇ રહી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય અને ચીની સૈનિકોની જબરદસ્ત લડાઇ દેખાઇ રહી છે. જોકે, ભારતીય સેનાએ આ વાતને દ્રઢતાથી ઇનકાર કરી દીધી છે કે આ વીડિયો 9 ડિસેમ્બરની ઘટનાથી સંબંધિત નથી.
Arunchal Pardesh: તવાંગ સેક્ટરમાં ભારત-ચીન સેના વચ્ચે થઈ મારામારી....
India China Conflict: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ 9 ડિસેમ્બરે તવાંગ પાસે થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. એબીપી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં 20 થી વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો.
સેનાના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું કે 9 ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સેક્ટરમાં એલએસી પાસે PLA સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકો બહાદુરીથી લડ્યા. સામ-સામેની આ લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.