આ સમગ્ર ઘટના જયપુરમાં સંજય સર્કલની છે. અહીં કાલ ચલાવતી વખતે ડ્રાઇવરે શર્ટનાં બટન ખુલ્લાં રાખ્યાં હતાં અને સાથે લેંઘો અને ચપ્પલ પહેર્યાં હતાં. એસઆઈ માધોસિંહએ ડ્રાઇવરને યુનિફોર્મમાં ન હોવાથી મેમો ફાડ્યો છે.
સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પરંતુ આવો પણ નિયમ છે. ગાડીના ડ્રાઇવરને આખી બાંયની ટી-શર્ટ કે શર્ટ પહેરવો જરૂરી છે. આ નિયમ તોડો તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય ટ્રક, ટ્રેક્ટર અને બીજી કૉમર્શિયલ ગાડીના ડ્રાઇવરને ડ્રેસ કોડ જાળવવો જરૂરી છે, ડ્રાઇવર લુંગી-બનિયાન પહેરી ગાડી ન ચલાવી શકે. ડ્રાઇવરની સાથે-સાથે આ નિયમ સહાયકો અને કંડક્ટરો પણ પણ લાગુ પડે છે. જો કોઇ તેનું પાલન ન કરે તો ચલાન કાપી શકાય છે.