તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018 માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. તેલંગાણામાં સાત ડિસેમ્બરે મતદાન થવાનું છે અને 11મી ડિસેમ્બરે મત ગણતરી થશે. રાજ્યમાં 119 વિધાનસભા બેઠક છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ સૌથી વધુ 90 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 13, એઆઇએમઆઇએમને સાત, તેલગૂ દેશમ પાર્ટીને ત્રણ અને સીપીઆઇ(એમ)ને એક બેઠક મળી હતી. તેલંગામા વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી તમામ ખબર માટે આ પેજ પર આપનું સ્વાગત છે. તેલંગાણામાં મુખ્ય રાજકીય પાર્ટીઓમાં કોંગ્રેસ, ભાજપ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ) અને તેલગૂ દેશમ પાર્ટી(ટીડીપી)નો સમાવેશ થાય છે.