30 નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઈને એક તેલુગુ ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન બીઆરએસના ધારાસભ્યએ ભાજપના ઉમેદવાર સાથે ઝપાઝપી કરી હતી. જો કે, પોલીસ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરીને બંનેને અલગ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.






રાજ્યના ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે હૈદરાબાદના કુથબુલ્લાપુરથી બીઆરએસ ધારાસભ્ય કેપી વિવેકાનંદે કુના મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રીશૈલમ ગૌડ પર હુમલો કર્યો હતો કારણ કે તેઓ તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા. રેડ્ડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિવેકાનંદે શ્રીશૈલમ ગૌડ પર હુમલો કરીને તેમને ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.


તેમણે કહ્યું હતું કે પોલીસે BRS ધારાસભ્ય સામે કેસ નોંધવો જોઈએ નહીં તો ભાજપ કાયદાકીય લડાઈ લડશે.જ્યારે બીઆરએસના પ્રવક્તા શ્રવણ દાસોજુએ આરોપ લગાવ્યો કે ગૌડે બીઆરએસ ધારાસભ્યના પિતાનો સંદર્ભ આપ્યો હતો, જોકે બંનેએ ચર્ચા દરમિયાન મર્યાદા જાળવવી જોઇતી હતી.વિવેકાનંદ વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે શ્રીશૈલમ ગૌર અગાઉ ધારાસભ્ય હતા." બંન્ને પાસેથી શાલીનતા અને સંયમની અપેક્ષા રાખવામાં આવે છે.


તેમણે કહ્યું હતું કે શ્રીશૈલમ ગૌડ સૌ પ્રથમ વિવેકાનંદના માતા-પિતા પર 'હુમલો' કરીને ચર્ચા શરૂ કરવી જોઇતી નહોતી અને શાસક પક્ષના ધારાસભ્યએ તેમના હરીફ પર હુમલો ન કરવો જોઈએ હતો. બંન્ને સમજદારી બતાવવી જોઇએ અને તેઓ સમજી શકતા હતા કે આખી દુનિયા તેમને જોઇ રહી હતી