Heatwave: દેશના 37 શહેરોમાં રવિવારે તાપમાન (temperature) 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ભારતીય હવામાન (Weather) વિભાગ (IMD) એ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાત માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. રાજસ્થાનનું ફલોદી સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ (Heat) સ્થળ રહ્યું. અહીં મહત્તમ તાપમાન (temperature) 49.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એક દિવસ પહેલા શહેરમાં તાપમાન (temperature) 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સ્થિતિ એવી છે કે રાજ્ય સરકારો પણ આ ગરમીથી ચિંતિત છે.


દિલ્હીમાં ઓછામાં ઓછા આઠ સ્થળોએ મહત્તમ તાપમાન (temperature) 46 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું, જેમાં મુંગેશપુર અને નજફગઢમાં અનુક્રમે 48.3 ડિગ્રી સેલ્સિયસ અને 48.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણાના નારનૌલમાં તાપમાન (temperature) 47 ડિગ્રી અને પંજાબના ફરીદકોટમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ હતું.


રાજસ્થાનના બાડમેરમાં તાપમાન (temperature) 49 ડિગ્રી સેલ્સિયસ, બિકાનેરમાં 48.6 ડિગ્રી અને જેસલમેરમાં 48.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થાનિક લોકો સાથે વાતચીત કરતી વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જણાવ્યું હતું કે વીજળી અને પાણીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વીજળી, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ અને મેડિકલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.


મહારાષ્ટ્રના અકોલા અને યવતમાલમાં મહત્તમ તાપમાન (temperature) અનુક્રમે 45.2 ડિગ્રી સેલ્સિયસ અને 46.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જ્યારે મધ્ય પ્રદેશના સાગરમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ, ગુનામાં 46.2 ડિગ્રી સેલ્સિયસ અને ખજુરાહોમાં 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણા અને પંજાબ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, જ્યાં રવિવારે મહત્તમ તાપમાન (temperature) સામાન્ય મર્યાદાથી ઉપર રહ્યું હતું. હરિયાણાના મહેન્દ્રગઢમાં મહત્તમ તાપમાન (temperature) 47 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રોહતક અને હિસારમાં મહત્તમ તાપમાન (temperature) અનુક્રમે 46.7 ડિગ્રી અને 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન (Weather) વિભાગના જણાવ્યા અનુસાર, અંબાલામાં મહત્તમ તાપમાન (temperature) 44.8 ડિગ્રી, કરનાલમાં 43.7 ડિગ્રી, સિરસામાં 46.8 ડિગ્રી જ્યારે ગુરુગ્રામમાં તાપમાન (temperature) 45.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. બંને રાજ્યોની સામાન્ય રાજધાની ચંદીગઢમાં કાળઝાળ ગરમી પડી રહી હતી, જ્યાં મહત્તમ તાપમાન (temperature) 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના અમૃતસરમાં મહત્તમ તાપમાન (temperature) 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા અનુસાર, ભારતના 150 મોટા જળાશયોમાં પાણીનો સંગ્રહ ગયા અઠવાડિયે તેમના કુલ સંગ્રહના માત્ર 24 ટકા જેટલો ઘટીને ઘણા રાજ્યોમાં પાણીની અછત વધી છે અને હાઇડ્રોપાવર ઉત્પાદનને નોંધપાત્ર રીતે અસર કરી છે. સળગતી ગરમીએ પહેલેથી જ ભારતની વીજ માંગને 239.96 GW પર ધકેલી દીધી છે, જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ઘરો અને ઓફિસોમાં એર કંડિશનર અને કુલર સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહ્યા છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી દિવસોમાં કોઈ રાહતની અપેક્ષા નથી અને વીજળીની માંગ વધુ વધી શકે છે.