નવી દિલ્હીઃ સોશય્લ મીડિયા પર અત્યારે મોટી દૂર્ઘટનાનો કાળજુ કંપાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ખડગપુર રેલવે સ્ટેશનનો છે, જ્યાં એક ટીટી પર ઇલેક્ટ્રિક લાઇનનો વાયર પડતાં મોત થઇ જાય છે. આને જોઇને ત્યાં ઉભા રહેલો લોકો ડરી જાય છે. 


ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશનનો છે, જ્યાં એક પ્લેટફોર્મ પર ઉભા રહેલા એક TTE પર વીજળીનો ચાલૂ તાર પડી જાય છે, જેવો વીજળની તાર TTEના શરીરને અડે છે, તરત જ તેમાંથી ચિનગારીઓ ઉઠવા લાગે છે, અને તે પ્લેટફોર્મ પરથી પાટા પર જઇને પડે છે. ત્યાંના લોકો તેને બાદમાં ઉઠાવી હૉસ્પીટલમાં ભરતી કરાવે છે, જોકે, હાલ તે ખતરાથી બહાર છે. 


આ વીડિયોમાં જોઇ શકાય છે કે પ્લેટફોર્મ પર બે TTE એકબીજા સાથે વાત કરી રહ્યાં છે, તે સમયે જ વીજળીનો તાર પડી જાય છે, અને ગંભીર રીતે ઇજા પહોંચે છે. હાલમાં આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને લોકો સતર્ક બની ગયા છે અને પ્લેટફોર્મ પર સાવચેતીથી હરી ફરી રહ્યાં છે. 


વીજ કરંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુજાન સિંહ સરદાર તેમના એક સાથી ટિકિટ નિરીક્ષક સાથે વાત કરતા જોવા મળે છે. અચાનક તૂટેલા તાર સુજનને સ્પર્શે છે, પછી તેના આખા શરીરમાં વીજળીની જેમ દોડે છે. આ પછી સુજન બેહોશ થઈ જાય છે અને લાઈનમાં પડી જાય છે. આ દ્રશ્ય જોઈને સાથીદાર ચોંકી ગયો. જે બાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો અને રેલવેકર્મીઓ સુજનને બચાવવા દોડ્યા હતા. દક્ષિણ પૂર્વ રેલવે ખડગપુર શાખાના વરિષ્ઠ ડીસીએમ રાજેશ કુમારે જણાવ્યું હતું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક વાયર કેવી રીતે ફાટી ગયો. હાલમાં TTE સ્વસ્થ છે.