નવી દિલ્હી: કેંદ્રીય સુરક્ષા એન્જસીઓએ પંજાબ અને દિલ્હીમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એન્જસીઓને ઈનપુર મળ્યા છે કે જમ્મુ-કાશ્મીરથી ત્રણ કારોમાં મોટા પ્રમાણમાં હથિયાર ભરીને આતંકીઓ પંજાબમાં ઘૂસી રહ્યા છે અને હવે દિલ્હીની તરફ વધી રહ્યા છે.
ખાનગી એન્જસીઓ તરફથી મળેલા અહેવાલો પ્રમાણે પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવા કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસને મળેલી માહિતી પ્રમાણે, ત્રણ કારમાં ત્રણથી ચાર આતંકીઓ સવાર હતા. તેમના નિશાને દિલ્હી છે. અને તમામ લોકો જમ્મુ-કાશ્મીરથી નીકળ્યા છે. પંજાબ પોલીસને સતક રહેવા માટે કહેવામાં આવ્યું છે. અને સાથે કહેવામાં આવ્યું છે કે સુરક્ષા વધારી દેવામાં આવે.