નવી દિલ્લી : શ્રીનગરમાં જાકુરામાં SSB ગાડી પર આતંકી હુમલો કરવામા આવ્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે એસએસબીની ટીમ ડ્યૂટી પરથી પરત ફરી રહી હતી. આ ધટનામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે આઠ CRPFના જવાનો ધાયલ થયા છે.
SSB ની ટીમ CRPF કેંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો કરવામા આવ્યો હતો. SSB ચીફ દિપક કુમારે જણાવ્યુ કે આતંકવાદીઓ તરફથી 50 રાઉંડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.