NIA Raids: NIAની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી (JeI) સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, NIAની ટીમે શોપિયાં જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે, જ્યાં હજુ દરોડા પાડવાના બાકી છે.
આસિયા અંદ્રાબીના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી
વહેલી સવારે શ્રીનગરમાં મહિલા અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. આસિયા હાલ જેલમાં છે. એનઆઈએ દ્વારા 2019માં તેમનું ઘર એટેચ કરવામાં આવ્યું હતું. સોમવારના એક દિવસ પહેલા (13 માર્ચ), NIA એ ISIS કેરળ મોડ્યુલ કેસમાં શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ANI અનુસાર, NIA અધિકારીઓએ સર્ચ દરમિયાન ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે.
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભા, રાજ્યસભામાં હંગામો
નવી દિલ્હીઃ બજેટ સત્રના બીજા ભાગની આજથી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનના કારણે સત્રની હંગામાદાર શરૂઆત થઈ છે.
રાજનાથ સિંહે શું કહ્યું
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લોકસભામાં કહ્યું, આ ગૃહના સભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું હતું. હું માંગ કરું છું કે આ ગૃહના તમામ સભ્યો દ્વારા તેમના નિવેદનોની નિંદા કરવી જોઈએ અને તેમને ગૃહ સમક્ષ માફી માંગવા માટે કહેવામાં આવે.
પિષુય ગોયલે શું કહ્યું
પિયુષ ગોયલે કહ્યું, રાહુલ ગાંધીએ દેશ અને ગૃહની માફી માંગવી જોઈએ. રાહુલે દેશની સેના, પ્રેસ અને લોકશાહી પર આરોપ લગાવ્યા, વિદેશની ધરતી પર રાહુલે ન્યાયતંત્ર, સરકારી એજન્સીઓને બદનમામ કર્યા. ઈમરજન્સી લાગી ત્યારે લોકશાહી ખતરમાં હતી.
નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીની સદસ્યતા ખતમ કરવા માટે જે પણ કરવું પડશે તે કરવામાં આવશે કારણ કે તેમણે સંસદ અને લોકસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે. નિશિકાંત દુબેએ આ મુદ્દે લોકસભામાં સ્થગિત નોટિસ આપી છે.