Thane accident on bridge : મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા પુલ પર ગુરુવારે મોડી સાંજે એક ભયાનક રોડ  અકસ્માતની ઘટના બની હતી. પૂલ પર કારના ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માત રફતારનો કહેર અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થયો હતો. પુલની રોંગ સાઈડ (Wrong Side) થી આવતી કારે એક  ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.

Continues below advertisement

ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જ્યારે  ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ભયાનક ઘટના ઘટનાસ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને પોલીસે તપાસ માટે કબજે કરી છે. હાલમાં તો  પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ઓળખ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ શોધી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઝડપી ગતિ અને બેદરકારીથી વાહન ચલાવવાના ખતરનાક પરિણામોને ઉજાગર કર્યા છે.

Continues below advertisement

આરોપી ડ્રાઇવરની ધરપકડ 

પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કાર ચાલકની ઓળખ કરી લીધી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો  છે.  પોલીસ દ્વારા કાર ચાલકની સામે  કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

થાણે પૂલ પર કાર અકસ્માતમાં ઘાયલોની સ્થિતિ

મહારાષ્ટ્રના થાણેમાં કાર અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ડોકટરોની એક ટીમ તેમની નજીકથી દેખરેખ રાખી રહી છે.

ટ્રાફિક નિયમો કડક બનાવ્યા

આ ઘટના બાદ, સ્થાનિક ટ્રાફિક પોલીસે પુલ અને આસપાસના વિસ્તારોમાં ખોટી રીતે વાહન ચલાવવા અને ફાસ્ટ કાર ચલાવનારા સામે  કડક પગલાં લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસ બાદ વધુ માહિતી સામે આવશે.