પીએમ મોદી ટ્વિટ કરીને લખ્યું, તમારો આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, આ મહામારી સામે આપણે બધા લડી રહ્યા છીએ. આ સ્થિતિમાં આપણે બધા દેશો સાથે મળીને કામ કરીએ તે જરૂરી છે. ભારત અને અમેરિકાની દોસ્તી વધારે મજબૂત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકા ભારતને વેંટિલેટરનું દાન કરશે તે જાહેરાત કરીને મને ગર્વ અનુભવ થાય છે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદી સાથે ઉભા છીએ. અમે રસી બનાવવાનું પણ કામ કરી રહ્યા છીએ. સાથે મળીને અમે અદ્રશ્ય દુશ્મનને હરાવી દઈશું.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ચાલુ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી વિકસિત થવાની સંભાવના છે. હું થોડા સમય પહેલા જ ભારતથી પરત ફર્યો છું અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો છે અને તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તેમાંથી અનેક લોકો રસી વિકસિત કરવામાં લાગ્યા છે.