અગ્નિ-5:દેશમાં 23 સપ્ટેમ્બરે અગ્નિ-5 મિસાઇલનું પરિક્ષણ થશે, ન્યૂક્લિયર હથિયારો લઈ જવામાં સક્ષમ આ મિસાઈલનો આ 8મો ટેસ્ટ હશે. જેને સંરક્ષણ સંશોધન તેમજ  વિકાસ સંગઠન (DRDO)એ બનાવી છે.


અગ્નિ-5ની વિશેષતા શું છે?



  • આ મિસાઈલની રેન્જ 5 હજાર કિલોમીટર છે.

  •  એકમાત્ર ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ છે,

  •  જેને સંરક્ષણ સંશોધન તેમજ વિકાસ સંગઠન (DRDO)એ બનાવી છે.

  • અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ એકસાથે અનેક હથિયાર લઈ જવામાં સક્ષમ છે.

  • આ મિસાઈલ દોઢ ટન સુધી ન્યૂક્લિયર હથિયાર પોતાની સાથે લઈ જઈ શકે છે

  • અગ્નિ-5ની લોન્ચિંગ સિસ્ટમમાં કેનેસ્ટર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • જેના કારણે આ મિસાઇલને આ કારણથી આ મિસાઈલને ક્યાંય પણ સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે


અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યાં બાદ તેને સેનામાં સામેલ કરી દેવાશે, DRDO દ્રારા આ મિસાઇલ તૈયાર કરવામાં આવી છે. અગ્નિ-5 મિસાઇલ ભારતની પહેલી એક એવી મિસાઇલ છે, જે ઇન્ટર કોન્ટિનેટલ બેલેસ્ટિક મિસાઇલ છે.આ લાંબા અંતરે જતી મિસાઇલ છે.


DRDOએ અગ્નિ સિરિઝની જે મિસાઇલને 2008માં ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું, તેનું સોલિડ ફ્યુલ  ટેસ્ટ પહેલીવાર 2012માં કરવામાં આવી હતી. ત્યારબાદ 2013,2015,2016,અને 1018માં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ પરિક્ષણ દ્રારા તેની નવી-નવી ક્ષમતા સામે આવતી રહી. હવે 23 સપ્ટેમ્બરે ભારત તેનો પહેલો ઓપન ટેસ્ટ કરવા ઝઇ રહ્યું છે.


આ મિસાઇલ દોઢ ટન સુધીના ન્યુક્લિયર હથિયાર સાથે લઇ જવાની ક્ષમતા પણ ધરાવે છે. આ મિસાઇલની સ્પીડ મેક 24 છે એટલે ધ્વનિની સ્પીડથી 24 ગણી વધુ. આ મિસાઇલની એક અન્ય ખાસિતયત તે પણ છે કે, અગ્નિ -5 મિસાઇલને સરળતાથી ક્યાંય પણ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે.


આ મિસાઇલની રેન્જ 5 હજાર કિલોમીટર છે. અગ્નિ -5 બેલિસ્ટિક મિસાઇલ એક સાથે અનેક હથિયાર લઇ જવામાં સક્ષમ છે. તે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલથી સજ્જ છે.


10 ડિસેમ્બર 2018માં મિસાઇલનો અંતિમ ટેસ્ટ કરાયો હતો. ખાસ વાત તો એ છે કે, અત્યાર સુધીમાં મિસાઇલના 7 ટેસ્ટ કરાયા છે. બધા જ ટેસ્ટ સફળ રહ્યાં હતા. અગ્નિ -5ને 2020માં જ સેનામાં સામેલ કરવાનું આયોજન હતું પરંતુ કોરોનાની મહામારીના કારણે ટેસ્ટમાં વિલંબ થયો.