Coronavirus Third wave:ભારતમાં હવે કદાચ કોરોનાની થર્ડ વેવ નહીં આવે, દિલ્લી એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું  કે, હવે કોરોના સામાન્ય શરદી ઉધરસની જેમ થઇ જશે, જાણો શું કહ્યું એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ


દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ નબળી પડી ગઇ છે. વાયરસ સંક્રમણના કેસ સતત ઘટી રહ્યાં છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા છે અને 252 મોત નોંધાયા છે. દિલ્લી એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા મુજબ  કોરોના વાયરસ હવે મહામારી નથી રહી. જો કે તેમને સાવધાન કરતા કહ્યું કે, ભારતમાં જ્યાં સુધી દરેક વ્યક્તિને ફુલી વેક્સિનેટ નથી થઇ જતાં ત્યાં સુધી સતર્ક રહવું અનિવાર્ય છે.


નહીં આવે કોરોનાની ત્રીજી લહેર


ડોક્ટર ગુલેરિયાએ લોકોને ફેસ્ટીવલ સેલિબ્રેશનમાં ભીડથી બચવા લોકોને સલાહ આપી છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં નોંધાયેલા આંકડા 25થી 40ની વચ્ચે છે. જો લોકો સાવધાની રાખશે તો કોરોના ધીરે ધીરે ખતમ થઇ જશે, તેમણે કહ્યું કે, કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ નહી થાય. જો કે જે રીતે ઝડપથી લોકો વેક્સિનેટ થઇ રહ્યાં છે તે જોતા હવે કોવિડ મહામારીના સ્વરૂપમાં આપણી વચ્ચે નહીં રહે. તેની ફેલાવવાની શક્યતા પણ ઓછી થઇ જશે.


સાધારણ ફ્લૂ જવો થઇ જશે કોરોના વાયરસ


એમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોરોના વાયરસ હવે બહુ જલ્દી સામાન્ય ફ્લુ અને શરદીની જેમ થઇ જશે કારણ કે લોકોમાં હવે કોરોના વાયરસ સામે લડવાની ઇમ્યુનિટિ બની ગઇ છે. જો કે પહેલાથી બીમાર અને ઓછી ઇમ્યુનિટિ ઘરાવતા લોકોને હજું પણ આ બીમારીથી જીવનું જોખમ છે.


 


બૂસ્ટર ડોઝ પણ છે જરૂરી પરંતુ હાલ નહીં


ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં હાલ પ્રાથમિકતા એક જ માત્ર છે કે તમામ લોકોને બંને ડોઝ મળી જાય.બાળકો પણ વેક્સિનેટ થઇ જાય ત્યારબાદ બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવાની જરૂર રહેશે. તેમણે કહ્યું કે, ખૂબ જ બીમાર અને વૃદ્ધ લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાય. એ જરૂરી નથી કે બૂસ્ટર ડોઝ એ જ વેક્સિનનો લેવો જેના પહેલા 2 ડોઝ લીધા હતા. ડિસેમ્બર સુધીમાં દરેક લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય છે.