કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકાયુક્તના દરોડામાં ભાજપના ધારાસભ્યના ઘરમાંથી લગભગ છ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. વાસ્તવમાં આ અગાઉ લોકાયુક્તે ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્રને 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસ અને ધારાસભ્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભાજપના ધારાસભ્યના પુત્રની લોકાયુક્ત દ્ધારા ધરપકડ કરવામાં આવી છે. 






લોકાયુક્ત દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડામાં બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના ઘરેથી 6 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સિવાય ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હવે ધારાસભ્યની પણ પૂછપરછ માટે લોકાયુક્ત કચેરી દ્વારા સમન્સ જાહેર કરવામાં આવી શકે છે.






ભાજપના ધારાસભ્ય બિઝનેસમેન છે


આ પહેલા લોકાયુક્તે ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની 40 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. તે પોતાના ધારાસભ્ય પિતાનું નામ લઈ રહ્યો હતો. ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પા કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન છે.


ધારાસભ્યના પુત્ર પાસેથી 1.7 કરોડ રોકડા મળ્યા


40 લાખ ઉપરાંત લોકાયુક્તને ધારાસભ્યના પુત્રની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. સૂત્રોનું માનીએ તો કદાચ અન્ય લોકો પાસેથી લાંચ લેવામાં આવી હતી. લોકાયુક્તે પ્રશાંત મંડલને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો. ભાજપના ધારાસભ્ય પાસેથી કુલ આઠ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.


Traffic Advisory: અમિત શાહના પ્રવાસને લઇને બેગ્લુંરુમાં પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી, આવતીકાલ માટે આ રસ્તાંઓ કરાયા બંધ


Bengaluru: બેંગ્લુરુ પોલીસે ટ્રાફિકને લઇને એક નવી એડવાઇઝરી બહાર પાડી છે. તે અનુસાર, આવતીકાલે શહેરના મોટાભાગના રસ્તાંઓ પ્રભાવિત થશે, શહેરના કેટલાય રસ્તાંઓ બંધ રહેશે. ખરેખરમાં, આ એડવાઇઝરી આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેંગ્લુરુ પ્રવાસને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 2જી માર્ચે બેગ્લુંરુના પ્રવાસે છે, ગૃહમંત્રીની આ યાત્રાના કારણે શહેરમાં અનેક રસ્તાંઓ પર અવરજવર બંધ રહેશે, રસ્તાંઓ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.


ખાસ વાત છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણટકની રાજધાની બેંગ્લુરુમાં તમામ 28 વિધાનસભા ચૂંટણી માટેના બેંગ્લુરુ પહોંચવાના છે. ભાજપે ચૂંટણી માટેની તૈયારીઓના ભાગ રૂપે અમિત શાહને ત્યાં મોકલ્યા છે. ટ્રાફિક પોલીસે યાત્રીઓને બેલ્લારી રૉડ, હેબ્બાલા જંક્શન, મેખી સર્કલ, કેઆર સર્કલ સહિતના માર્ગો પર અવરજવર કરવા માટે ના પાડી દીધી છે, અને કહ્યું છે કે, આ રસ્તાં પરથી અવરજવર કરનારા લોકો અન્ય રસ્તા પરથી પોતાના કેન્દ્ર પર પહોંચે