The Diary of West Bengal: સત્ય ઘટનાઓ પર આધારિત કહેવાતી હિન્દી ફિલ્મ 'The Diary of West Bengal'નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગયું છે.પશ્ચિમ બંગાળ પોલીસે ફિલ્મના નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. ફિલ્મના ડિરેક્ટરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ ફિલ્મ પશ્ચિમ બંગાળના કટ્ટરપંથી સંગઠન રોહિંગ્યા મુસ્લિમો પર આધારિત હોવાનું કહેવાય છે.






મેકર્સ પર ફિલ્મ દ્વારા બંગાળને બદનામ કરવાનો આરોપ છે


નિર્માતાઓ પર 'ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ' દ્વારા પશ્ચિમ બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જિતેન્દ્ર નારાયણ સિંહ વસીમ રિઝવી ફિલ્મ્સ પ્રસ્તુત 'ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ'ના નિર્માતા છે અને આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના AMHERST પોલીસ સ્ટેશનમાં સીઆરપીસીની કલમ 41A હેઠળ એક નોટિસ મોકલીને ડિયરેક્ટરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.






 સનોજ મિશ્રાને 30 મેના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા


આ પછી હવે ડિરેક્ટર સનોજ મિશ્રાએ આ મામલાની તપાસ કરી રહેલા અધિકારી સુભાબ્રત કારની સામે 30 મેના રોજ બપોરે 12 વાગ્યે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. નોંધનીય છે કે ફિલ્મ 'ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ'ને લઈને પશ્ચિમ બંગાળ પોલીસે IPCની કલમ 120(B), 153A, 501, 504, 505, 295A અને IT એક્ટની કલમ 66D, 84B અને  સિનેમેટોગ્રાફી એક્ટની કલમ 7 હેઠળ FIR નોંધવામાં આવી છે.






સનોજ મિશ્રાના વકીલે શું કહ્યું?


બીજી તરફ લીગલ નોટિસ મળ્યા બાદ સનોજ કુમાર મિશ્રાના વકીલ નાગેશ મિશ્રાએ કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને અમે કાયદાકીય લડાઈ લડીશું.


નોંધનીય છે કે લખનઉમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન નિર્માતા જિતેન્દ્ર નારાયણ સિંહે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ ખૂબ જ ખતરનાક બની રહી છે. ત્યાં બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન રોહિંગ્યા મુસ્લિમોને મોટા પાયે વસાવવામાં આવી રહ્યા છે. જિતેન્દ્ર ત્યાગીએ મમતા સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની સરકાર રોહિંગ્યાઓને તેમની વોટ બેંક બનાવી રહી છે અને તેમના આધાર કાર્ડ અને મતદાર યાદીમાં નામ સામેલ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મમાં બંગાળના આ સત્યને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ઓગસ્ટ 2023માં રિલીઝ થવાની આશા છે.