જમશેદપુરમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે જાણવા મળ્યું કે, રસીનો બીજો ડોઝ લેનાર એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહેવાલ અનુસાર, ડોક્ટરને ડોઝ લીધાના 18 દિવસ બાદ કોરોનાનો ચેપ લાગ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર ડોક્ટરમાં વધારે લક્ષણ જોવા મળ્યા નથી. 


જાણકારી અનુસાર, એમજીએમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરે 16 ફેબ્રુઆરીએ કોવિશીલ્ડનો બીજો ડોઝ લીધો હતો. ત્યાર બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જણાવીએ કે, ડોક્ટરની પત્ની અને દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ ત્રણેયે ખુદને હોમ કોરેન્ટાઈન કરી લીધા છે. જણાવીએ કે, પરિવારમાં માત્ર ડોક્ટરે જ કોરોના રસી લીધી હતી. 


ડોક્ટરના અન્ય અનેક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે- સર્જન એ. કે. લાલ


પૂર્વ સિંહભૂમ જિલ્લાના સિવિલ સર્જન એ. કે. લાલને ડોક્ટરને કોરોના પોઝિટિવ થવાની પુષ્ટિ કરી છે પરંતુ આ કેસમાં વધારે કોઈ જાણકારી આપી નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે, “મંગળવારે ડોક્ટર પોઝિટિવ હોવાની જાણકારી મળી છે. અમે આગળ ડોક્ટરના કેટલાક ટેસ્ટ કરી રહ્યા છીએ સાથે જ આ કેસને ઉંડાણથી સમજવીનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”


પત્નીને હતો તાવ- ડોક્ટર


બીજી બાજુ ડોક્ટરે કહ્યું કે, “મને કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ 19 જાન્યુઆરીએ આપવામાં આવ્યો હતો અને બીજો ડોઝ 16 ફેબ્રુઆરીએ. હાલમાં 10 દિવસ પહેલા જ મારી પત્નીને તાવ આવ્યો હતો અને નબળાઈ લાગી રહી હતી. મેં તેને દવા આપી પણ તેને સારું ન થયું. ત્યાર બાદ મેં તેનો કોરના ટેસ્ટ કરાવ્યો જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.” ડોક્ટરે આગળ કહ્યું કે, “ત્યાર બાદ દીકરાનો ટેસ્ટ કરાવ્યો જેમાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. જ્યારે મારા શરીરમાં કેટલાક ખાસ લક્ષણ જોવા મળ્યા ન હતા પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.”