‘ધ ગ્રેટ ખલી’ દિલીપ સિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયો
abpasmita.in | 14 Aug 2016 11:34 AM (IST)
નવી દિલ્લી: ‘ધ ગ્રેટ ખલી’ના નામથી જાણીતા WWEની દુનિયામાં ઘાક જમાવતા ભારતીય રેસલર દિલીપ સિંહ રાણાએ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ખલી પંજાબથી આપમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં પંજાબ આવ્યા ત્યારે પત્રકારોએ કરેલો સવાલ શું તે રાજનીતિમાં આવશેના જવાબમાં તેમને કહ્યું હતું કે તે ક્યારેય રાજનીતિમાં નહીં આવે અને તેમનું એક જ મિશન છે પંજાબના યુવાનોને રેસલિંગના ક્ષેત્રમાં આગળ લાવીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરે.. ખલીએ કહ્યું હતું કે, મને રાજનીતિ કરવી આવડતી નથી. અને મારે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે રાજનૈતિક સંબંધ નથી.