નોઈડમાં થાણા સૂરજપુર ક્ષેત્રમાં 23 જુલાઈએ એક બિલ્ડર પર થયેલા જીવલેણ હુમલામાં પોલીસે તેની પત્ની અને પ્રેમી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. ગૌતમુદ્ધ નગરનાં વરિષ્ઠ પોલીસ ઓફિસર વૈભવ કૃષ્ણએ સોમવારનાં જણાવ્યું હતું કે, 23 જુલાઈએ દિલ્લીનાં રહેનારા રિયલ એસ્ટેટ બિઝનેસમેન રાજીવ વર્મા ઉપર ગ્રેટર નોએડા સ્થિતિ તેમની કંસ્ટ્રક્શન સાઈટ પર ગોળીઓ ચલાવીને તેમને ગંભીર રૂપથી ઘાયલ કરી દીધા હતા.
તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરી રહેલી થાણા સૂરજપુર પોલીસે રિયલ એસ્ટેટ બિઝનેસમેનની પત્ની શિખા વર્મા અને તેના પ્રેમી રોહિત અને એક અન્ય વ્યક્તિ રોહન ઉર્ફ મનીષની ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે, શિખા વર્મા અને બોયફ્રેન્ડ રોહિત વચ્ચે અનેક વાર શારીરિક સંબંધ બંધાયા હોવાની વાત પણ પતિને ખબર પડી ગઈ હતી જેના કારણે બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં.
વૈભવ કૃષ્ણનાં જણાવ્યા અનુસાર, પુછપરછ દરમિયાન જાણવ્યા મળ્યું હતું કે, શિખા વર્મા અને રોહિત વચ્ચે પ્રેમ સંબંધ હતો જેને શિખા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. શિખા વર્માએ આ સંબંધમાં રોડું બની રહેલા તેના પતિને હટાવવાનું વિચાર્યું હતું તથા પ્રેમી રોહિત સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો.