સવારે સાડા ત્રણ કલાકે જગાડ્યા બાદ સૌથી પહેલા ચારેય દોષિતોને નવડાવવામાં આવ્યા અને ત્યાર બાદ ડોક્ટરોની ટીમે તમામ મેડિકલ ટેસ્ટ કર્યા. મેડિકલ ટેસ્ટમાં તમામ દોષિ સંપૂર્ણ રીતે ફિટ મળી આવ્યા. ત્યાર બાદ ચારેય દોષિતોને ફાંસી માટે તૈયાર કરવામાં આવ્યા અને તેમના મોઢા પર કાળા રંગનું કપડું પહેરાવવામાં આવ્યું.
એ 60 મિનિટ:
05.00 AM: સવારે 5 કલાકે ચારેય દોષિતોના પાછળના હાથ બાંધવામાં આવ્યા અને તેમને ફાંસીના ફંદા સુધી લઈ જવામાં આવ્યા. આ દરમિયાન બે દોષિતોએ હાથ બંધાવવામાં આનાકાની કરી હતી. કહેવાય છે કે આ દરમિયાન એક દોષિત ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને જમીન પર આળોટવા લાગ્યો. જેલ અધિકારીઓએ તેને ઉઠાડ્યો અને બાદમાં તેના હાથ બાંધ્યા.
05.10 AM: ફાંસી ઘરમાં લઈ ગયા બાદ તમામ દોષિતેને કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ ડેથ વોરન્ટ સંભળાવવામાં આવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે તેમને ક્યા અપરાધ માટે ફાંસી આપવામાં આવી રહી છે. ત્યાર બાદ દોષિતોને તેની અંતિમ ઇચ્છા પૂછામાં આવી. જોકે હજુ સુધી એ જાણકારી નથી મળી કે દોષિતોઓ પોતાની અંતિમ ઇચ્છા શું કહી હતી. ત્યાર બાદ ચારેય દોષિતોના ગળા સુધી કાળું કપડું પહેરાવમાં આવ્યું.
05.20 AM: અંદાજે પાંચ કલાક 20 મિનિટ પર ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી. ત્યાર બાદ બધાના પગ બાંધવામાં આવ્યા. જેલ અધિકારીઓના આદેશ પર જલ્લાદ પવને તમામના ગળામાં ફંદો લગાવ્યો અને ઠીક સાડા પાંચ કલાકે લીવર ખેંચવામાં આવ્યું અને ચારેય અપરાધી ફાંસીના ફંદે લટકી ગયા.
06.00 AM: ફાંસી બાદ ચારેય દોષિતોને અંદાજે અડધી કલાકથી ચાલીસ મિનિટ સુધી ફાંસીના માંચડે લટકાવી રાકવામાં આવ્યા. ત્યાર બાદ જેલમાં હાજર ડોક્ટરો ફાંસીઘરમાં ગઆ અને શબની મેડિકલ તપાસ કર્યા બાદ જેલ પ્રશાસસને ચારેયની મોતનું સર્ટિફિકેટ આપ્યું.