Rain Forecast:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર યથાવત છે અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદપડી રહ્યો છે.  IMDએ શનિવારે દિલ્હીમાં યલો વેધર એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી એનસીઆરમાં સપ્તાહના અંતે હવામાન ખુશનુમા રહેશે.


સપ્ટેમ્બર મહિનો એક સપ્તાહ વીતી ગયો. ચોમાસાના છેલ્લા તબક્કામાં તેનો મૂડ સતત બદલાઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દેશમાં કેટલીક જગ્યાએ તો જાણે ચોમાસું જળ પ્રલય  લઇ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને કારણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે શનિવારે દિલ્હી-NCRમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.


આ મહિને એક અઠવાડિયું પણ પસાર થયું નથી અને દિલ્હીમાં વરસાદે તેના મહિનાનો લગભગ અડધો ક્વોટા પૂરો કરી દીધો છે. IMDએ જણાવ્યું કે, દિલ્હીમાં એક સપ્તાહમાં લગભગ 71 મિમી વરસાદ નોંધાયો છે. IMDએ શનિવારે દિલ્હીમાં યલો વેધર એલર્ટ જાહેર કર્યું છે.


દિલ્હીમાં ઓગસ્ટ મહિનાથી વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ ચાલુ છે. IMD અનુસાર દિલ્હીમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. શનિવારે પણ દેશની રાજધાનીના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વાવાઝોડાની પણ શક્યતા છે. મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.


ઓછા દબાણના પરિભ્રમણને કારણે ભારે વરસાદની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર યથાવત છે અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. હજુ ત્રણથી ચાર દિવસ આ સ્થિતિ ચાલુ રહે તેવી શક્યતા છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.    


આ રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ


હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ગુજરાત અને તેલંગાણાને લઈને  યલો  એલર્ટ  આપ્યું  છે. હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, દક્ષિણ-પૂર્વ ગુજરાત, દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક અને કોંકણના કેટલાક ભાગોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.  બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પૂર્વ કર્ણાટક, કેરળ, પશ્ચિમ ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તરાખંડ, દક્ષિણ આસામ, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.


અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રને અડીને આવેલા કચ્છના અખાત અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર, વડોદરા, સુરત, અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. , મરાઠવાડામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, તે આજે પણ ચાલુ રહી શકે છે. પૂર્વ કિનારે બંગાળની ખાડીમાં ચક્રવાત પરિભ્રમણને કારણે, આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં વચ્ચે-વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.