નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને વધુ એક ફટકો મારીને રેલવેની મુસાફરી મોંઘી કરશે. મોદી સરકાર રેલ્વે સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલશે તેથી રેલ્વેની મુસાફરી મોંઘી થશે.
રેલવે બોર્ડ ચેરમેન અને સીઈઓ વિનોદકુમાર યાદવે માહિતી આપી કે. એરપોર્ટ પર વસૂલાતા યુઝર ચાર્જની જેમ હવે દેશમાં મોટાં રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. રેલવેએ જાહેરાત કરી હતી કે, દેશનાં કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલાશે.
દેશના કુલ 1050 સ્ટેશનો પર યાત્રીઓનું પ્રમાણ વધારવા માટે સ્ટેશનની ક્ષમતા વધારાશે અને તેમનું પુન:નિર્માણ કરાશે. આ સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. દેશમાં ભારતીય રેલવેનાં આશરે 7000 રેલવે સ્ટેશન છે.
મોદી સરકાર હવે આ મહત્વની સેવાના ભાવમાં વધારો કરીને લોકોને કમર તોડશે, જાણો શું છે સરકારની યોજના ?
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 20 Sep 2020 03:36 PM (IST)