નવી દિલ્હીઃ ફેસબુક હેટ સ્પીચના મુદ્દે વિપક્ષી દળ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકાએ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. આ પોસ્ટમાં તેણે ભાજપના નેતાઓની ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે, “ભારતની મોટાભાગની મીડિયા ચેનલ બાદ હવે સોશિયલ મીડિયાનો વારો છે. ભાજપ નફરત અને દુષ્પ્રચાર ફેલવાવ માટે દરેક પ્રકારના હથકંડા અપનાવતું હતું  અને હજુ પણ અપનાવે છે. ફેસબુક જે સામાન્ય જનમાસની અભિવ્યક્તિનું એક સરળ માધ્ય છે તેનો પણ ઉપયોગ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભ્રામક જાણકારી અને નફરત ફેલવાવ માટે કર્યો છે.”

પ્રિયંકાએ એ પણ કહ્યું કે, એટલું જ નહીં ફેસબુક કોઈ આર્રવાઈ ન કરી શકે એટલા માટે ભાજપે ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ બન્યું રહે.


રાહુલે લગાવ્યો હતો ફેસ ન્યૂઝ ફેલાવવાનો આરોપ

બહેન પ્રિયંકા ગાંધી પહેલા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે ટ્વીટ કરીને ભાજપ અને આરએસએસ પર ભારતમં ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું, “ભાજપ-આરએસએસમાં ભારતમાં ફેસબુક અને વ્હોટ્સએપનું નિયંત્રણ કરે છે. આ માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવીને મતદારોને ફોસલાવે છે. આખરે અમેરિકાના મીડિયાએ ફેસબુકનું સત્ય સામે લાવ્યા છે.”