Rewa News: ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા કેટલીય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, પરંતુ કેટલાય ખેલાડીઓ એવા છે જેમને આંતરરાષ્ટ્રીય પટલ પર દેશનુ નામ ભલે રોશન કર્યુ હોય, પરંતુ પોતાના દેશમાં તે તેને સન્માન અને સુવિધાઓ નથી મળી શકતી, જેનો તે હકદાર હોય છે. મધ્યપ્રદેશના રીવામાં પણ એક આવો જ પેરા એથ્લિટ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે. આર્થિક તંગીના કારણે તેને રસ્તાંઓ પર આઇસ્ક્રીમ વેચવો પડી રહ્યો છે. 


પેરા એથ્લીટ સચીન સાહૂએ બ્રૉન્ઝ જીત્યો હતો -
આ પેરા એથ્લીટ સચીન સાહૂ છે, જે આજે આઇસ્ક્રીમ વેચવા માટે મજબૂર છે, રીવા સચીન સાહૂએ એથ્લેટિક્સની 20મી નેશનલ ચેમ્પીયનશીપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, ખરેખરમાં સચીન સાહૂને ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી 4 હજાર મીટરની રેસને 1.17 સેકન્ડમાં પુરી કરી મેડલ પોતાના નામે કર્યો હતો. 


સચીન સાહૂ પરિવારની હાલત ખરાબ -
સચીન સાહૂના પરિવારની હાલત આર્થિક રીતે ખરાબ છે, તેના પિતા રામ નરેશ સાહૂ અને મોટા ભાઇ કૂલ્ફીની લારી કરે છે, આવામાં 10મી સુધી ભણેલા સચીન સાહૂ પણ પરિવારની મદદ કરવા માટે આઇસ્ક્રીમની લારી ચલાવવા મજબૂર છે. જોકે સચીન સાહૂ રમતમાં જ પોતાની કેરિયર બનાવવા માંગે છે, પરંતુ સચીન સાહૂની પાસે પ્રેક્ટિસ માટે ના તો જુતા છે ના કોઇ સુવિધા.




સચીન સાહૂએ સરકાર પાસે અપીલ કરી -
વળી, સચીન કહે છે કે સુવિધાઓની કમી હોવા છતાં, મે 20મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પીયનશીપમાં 400 મીટર દોડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. હું સરકારને અપીલ કરુ છુ કે તે આગળ રમતો માટે માને સપોર્ટ કરે.


સચીન સાહૂએ સરકાર પાસે મદદની અપીલ કરી, હવે જોવાની વાત એ છે કે આ ખેલાડીને સરકાર દ્વારા મદદ પહોંચાડવામાં આવે છે કે નહીં. હાલમાં તો સચીન સાહૂ રસ્તાં પર આઇસ્ક્રીમ વેચીને ગુજરાન ચલાવવા મજબૂર છે.