નવી દિલ્હીઃ કોરોનાને લઈને ભારત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાનો ગ્રાફ 50 ટકા જેટલો ઘટી ગયો છે. છેલ્લા સાત દિવસથી દેશમાં દરરોજ સરેરાશ 47 હજારથી વધારે કેસ નોંધાયા છે. જે સપ્ટેમ્બર 17ના દિવસના પીકના આંકડા કરતાં અડધા થાય છે.


બીજી બાજુ ૧૯ સપ્ટેમ્બરના રોજ જયારે કોરોના જ્યારે પીક પર હતો ત્યારે 1176 લોકોના મોત થયા હતા. તેની સામેત 29 ઓક્ટોબરે મોતનો આંકડો 50 ટકા ઘટીને 543 થઈ ગયો છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ડેટાના આધારે આ આંકડો આપ્યો છે.

હાલમાં રોજના સરેરાશ કેસ અને મૃત્યુના આંકડા જુલાઈના સ્તર પર આવી રહ્યા છે. છેલ્લા સાત દિવસના સરેરાશ આંકડા 27 જુલાઈના આંકડાની આસપાસ છે. ત્યારે કેસની સંખ્યા 46,760 હતી. ત્યાર બાદ 52 દિવસમાં કોરોનાના કેસ 17 સપ્ટેમ્બરે બમણા થઈ ગયા હતા. આમ પીકથી આંકડા 50 ટકા ઘટવામાં માત્ર 42-43 દિવસનો સમય લાગ્યો છે.

મોતના આંકડાની વાત કરીએ તો 15 જુલાઈ આસપાસ સાત દિવસના સરેરાશ 538 મોત હતા. જે 19 સપ્ટેમ્બરે મોતના આંકડા પીક પર પહોંચ્યા હતા જેમાં 65 દિવસનો સમય લાગ્યો હતો. અને પીકથી 50 ટકા ઘટતા 41 દિવસનો સમય લાગ્યો હતો.

કોરોના કેસોમાં ટોચના બે દિવસ પછી જ આટલો ઝડપી ઘટાડો થોડો આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટોચથી નીચે પહોંચવામાં ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. હજી સુધી તે સ્પષ્ટ થઈ શકયું નથી કે આ બનવા પાછળનું કારણ ઓછા ટેસ્ટ અથવા મૃત્યુની ઓછી નોંધણી છે કે બીજુ કંઈ.