કંપનીના નફામાં 15 ટકાનો ઘટાડો થયો છે. સમિક્ષા હેઠળની અવધીમાં આવક રૂપિયા 1,28,385 કરોડ નોંધાઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં નોંધાવેલી રૂપિયા 1,48,526 કરોડની તુલનામાં 15 ટકા ઘટાડો દર્શાવે છે.
હકીકતમાં કંપનીના નફામાં જે ઘટાડો થયો છે તેની પાછળનું એક કારણ કોરોનાને લીધે ઓઈલની માંગમાં થયેલો ઘટાડો પણ જવાબદાર છે.ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સના કારોબાર પર પણ અસર જોવા મળી છે.કંપની વધુમાં કહ્યું છે કે તેના નિકાસ કારોબારમાં 5.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે રૂપિયા 34,501 કરોડ રહ્યો છે.
પરિણામ પૂર્વે રીલાયન્સનો શેર બીએસઇ ખાતે જે 1.4 ટકાના સુધારામાં રૂ. 2054.35ના સ્તરે બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ રૂ. 13,89,159.20 કરોડ રહી હતી.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીના ટેલિકોમ બિઝનેસ રીલાયન્સ જિયોએ સપ્ટેમ્બર રૂ. 2844 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ નફામાં ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં જિયોનો નફો રૂ. 990 કરોડ અને ગત જૂન 2020ના ક્વાર્ટરમાં રૂ. 2513 કરોડ નોંધાયો હતો જેની તુલનાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 13 ટકા વધ્યો છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણકારોને ચાલુ વર્ષે જંગી રિટર્ન મળ્યુ છે. ચાલુ વર્ષે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 35 ટકા વધ્યો છે. તો 23મી માર્ચના રોજ બનેલી નીચી સપાટીથી અત્યાર સુધી આ કંપનીના શેરમાં રોકાણકારોને 135 ટકાનું જંગી રિટર્ન મળ્યુ છે. રીલાયન્સનો શેર 16મી સપ્ટેમ્બરના રોજ તેની રૂ. 2369.35ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો ત્યારે કંપનીની માર્કેટકેપ રૂ.16 લાખ કરોડને સ્પર્શી ગઇ હતી.