નાગપુર: કેંદ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે ફાસ્ટેગ માટે હવે સમયમાં વધારો નહી કરવામાં આવે. તેમણે કહ્યું વાહનચાલકોએ તાત્કાલિક આ સુવિધાને અપનાવવી જોઈએ. ફાસ્ટેગ ટોલ પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક સુવિધા પ્રદાન કરે છે. 2016માં ફાસ્ટેગ આવ્યું હતું. 15 ફેબ્રુઆરીથી ફાસ્ટટેગનો નવો નિયમ લાગુ પડી રહ્યો છે. નેશનલ હાઈવે પરના તમામ રોકડ ટોલ પ્લાઝા ફી સ્વીકારવાનું બંધ થઈ જશે. ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર બમણી ફી ભરવી પડશે
નિતિન ગડકરીએ નાગપુર એરપોર્ટ પર ફાસ્ટેગને લઈને પુછવામાં આવેલા એક પશ્નના જવાબમાં કહ્યું સરકારે ફાસ્ટેગ લાગુ કરવાની સમયમર્યાદા બે-ત્રણ વખત વધારી છે અને હવે તેને આગળ નહી વધારવામાં આવે. હવે દરેક લોકોએ તાત્કાલિક ફાસ્ટેગ ખરીદી લેવું જોઈએ.
શું છે FASTag
FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.
કેવી રીતે કરે છે કામ
FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.
વાહનચાલકો માટે સૌથી મોટા સમાચાર, જાણો ફાસ્ટેગને લઈ નિતિન ગડકરીએ શું આપ્યું મોટું નિવેદન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 08:17 PM (IST)
FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -