નવી દિલ્લી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે એમ્સમાં ભર્તી થયા છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેની એક કીડની ખરાબ છે. સુષ્મા સ્વરાજના આ ટ્વીટના કારણે દેશ સહિત દુનિયાભરના તેના સર્મથકો પરેશાન છે. તેમના સ્વાસ્થ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. સુષ્મા સ્વરાજના સ્વાસ્થમાં સુધાર માટે કિડની ટ્રાંસપ્લાંટ જરૂરી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશના એક સર્મથકે તેમને કિડની આપવાની રજૂઆત કરી છે.
બલૂચનેતા અહમર મુસ્તી ખાનને કહ્યું તે સુષ્મા સ્વરાજને પોતાની એક કિડની આપવા માંગે છે. બુધવારે જ્યારે સુષ્મા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાની ખબર આવી તેમણે ટ્વીટ કર્યું હતું કે ભગવાન કૃષ્ણ બલૂચ લોકોની બહેન સુષ્મા સ્વરાજને જલ્દી ઠીક કરે.
અહમર મુસ્તી બલૂચ નેતા છે. થોડા દિવસ પહેલા એમણે પાક પીએમ નવાજ શરિફના યૂએસ ઈંસ્ટીટ્યૂટ ઓફ પીસમાં થયેલા ભાષણ દરમિયાન ધણા પ્રશ્ર્નો પૂછ્યા હતા. મુસ્તીના પ્રશ્ર્નોએ નવાઝને મુશ્કેલીમાં મુકી દિધા હતા. મુસ્તીના કહેવા મુજબ જો અમેરિકા પાકિસ્તાનને સર્મથન આપવાનું બંઘ કરી દે તો બલૂચિસ્તાનને આઝાદી અને ત્યાના લોકોની જીત નક્કી છે. મુસ્તી હાલ અમેરિકામાં રહે છે.