પ્રતાપગઢ: બીજેપી અધ્યક્ષ શાહે ગુરુવારે આજમગઢમાં પરિવર્તન રેલીમાં બસપા અધ્યક્ષ માયાવતી પર નિશાન સાંધ્યું હતું. શાહે કહ્યું કે જ્યારથી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ છે, ત્યારથી બહેનજીનો ચહેરાનો રંગ ઉડી ગયો છે. શાહે એ પણ કહ્યું કે બીજેપીના લોકો હસી રહ્યા છે કારણ કે અમારી પાસે બ્લેકમની નથી.
બીજેપી અધ્યક્ષે પોતાના ભાષણમાં નોટબંદીના મુદ્દા પર વિપક્ષી પક્ષો પર નિશાન સાધતાની સાથે કેંદ્ર સરકારે આ નિર્ણયના ફાયદા સમજાવ્યા હતા. તેમને કહ્યું કે નોટબંદીથી આતંકવાદ, નક્સલવાગ, ભ્રષ્ટાચાર અને કાળા બજારિયા પાસે રહેલું બ્લેકમની ખતમ થઈ જશે. તેમને કહ્યું કે નોટબંદીથી મોંઘવારી ઓછી થશે અને કાળાબજારો બંધ થઈ જશે. શાહે એ પણ કહ્યું કે મોટી નોટ બંધ કરવાથી પાકિસ્તાને ભારતમાં ઘૂસાડેલી નકલી નોટ એક ઝાટકામાં બંધ થઈ જશે. તેમને કહ્યું કે કેંદ્રની મોદી સરકારે ખેડૂતો માટે 25000 રૂપિયા બેંકથી બહાર કાઢવાની મંજૂરી આપી દીધી છે.
આજમગઢ રેલીમાં ભાષણ દરમિયાન અમિત શાહના નિશાના પર યૂપીની સત્તારૂઢ સમાજવાદી પાર્ટી પણ રહી છે. તેમને કહ્યું કે કેંદ્ર સરકારે સી અને ડી શ્રેણીમાં નોકરી સીધા ઈંટરવ્યૂ મારફતે આપવાની જાહેરાત કરી હતી, પરંતુ યૂપીની સપા સરકારે એવું કર્યું નથી. તેમને કહ્યું, ‘તેમને બેરોજગારી દૂર કરવી નથી, તેમને તો માત્ર જાતિવાદ ફેલાવવો છે. હાલમાં કાકા ભત્રીજા અને પિતાજી તમામ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. તેમને રાજ્યની ચિંતા નથી. સૂબેમાં ભૂમાફિયાઓનું રાજ છે. યૂપીમાં બીજેપીની સરકાર આવશે તો પ્રદેશમાં એક પણ ભૂમાફિયા નહીં આવે.’