IITમાં પ્રવેશ માટેની JEEનું પરિણામ જાહેર, જયપુરનો અમન બન્યો ટૉપર
abpasmita.in | 12 Jun 2016 09:19 AM (IST)
પટનાઃ દેશન યોજાયેલી JEE એડવાંસ પરીક્ષા 2016ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામમાં જયપુરના અમન બંસલે ટૉપ કર્યું છે. જયપુરમાંથી જ અન્ય બે વિદ્યાર્થીઓનો પણ ટૉપ 3 રેંકમાં સમાવેશ થયો છે. આ પરીક્ષા 1 લાખ 98 હજાર વિદ્યાર્થી બેઠા હતા. જેમાથી જયપુરમાંથી અમન બંસલ 320 સ્કોર પ્રાપ્ત કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજા સ્થાન પર રૂડકીના ભાવેશ ઘીગરાએ કબ્જો મેળવ્યો છે. ભાવેશને 312 અંક મળ્યા છે. ત્રીજા સ્થાન પર જયપુરના જ કુનાલ ગોયલને સ્થાન મળ્યું છે. કુનાલને 310 અંક મળ્યા છે. કોટાની રિયા સિંહને IER ગર્લ્સમાં પહેલું સ્થાન મળ્યું છે. આ પરિણામ બાદ દેશના IITમાં સંસ્થાનોમાં પ્રવેશની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટેના દ્વાર ખુલી ગયા છે. JEE એડવાંસ 2016 ની પરીક્ષા IITગુવાહાટી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા 22 મેનાં રોજ યોજવામાં આવી હતી. આ પહેલા JEE મેઇનની ઓફલાઇન પરીક્ષા 3 એપ્રિલના રોજ અને ઑનલાઇન પરીક્ષા9-10 એપ્રિલના રોજ યોજવામાં આવી હતી. જેમા સફળ થયેલા વિદ્યાર્થીનો JEE એડવાંસની પરીક્ષામાં સમાવેશ થયો હતો. આ વખેત મેન પરીક્ષામાં 2 લાખ વિદ્યાર્થીઓ સફળ થયા હતા. JEEમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓની IIT કોલેજોમાં 20 જૂનથી 19 જૂલાઇ વચ્ચે પ્રવેશ આપવમાં આવશે.