નવી દિલ્લીઃ યુપીના શામલી જિલ્લાના કૈરાના ગામમાં 300થી વધુ હિંદુ પરિવારો મુસ્લીમોના ડરથી ગામ છોડી રહ્યા છે. આ અંગેનો ખુલાસો બીજેપી સાંસદ હુકુમ સિંહે કર્યો છે. અને સાથે-સાથે 346 લોકોની એક લીસ્ટ પણ જાહેર કરી છે. આરોપ લગાડવામાં આવ્યો છે કે, અહીં વસવાટ કરનાર હિંદુઓ પાસેથી મુસ્લીમ સમુદાયના લોકો મારપીટ કરી પૈસાની વસુલી કરે છે. જેના લીધે હિંદું પરિવારના લોકો પલાયન કરી રહ્યા છે. માનવઅધિકાર આયોગે યુપી સરકારને નોટીસ મોકલીને આના પર જવાબ માંગ્યો છે. સાંસદ હુકુમ સિંહે જે ખુલાસો કર્યા છે તે ઘણા હેરના કરનાર છે.
સાંસદ હુકુમ સિંહના જણાવ્યા અનુસાર " કૈરાનામાંથી છેલ્લા ચાર વર્ષથી લોકો હિજરત કરી રહ્યા છે. કૈરાનાની હાલત શ્રીનગર જેવી થઇ ગઇ છે. કૈરાનામાં હફ્તા વસુલી લૂટ,મારપીટની ઘટનાઓના લીધે વ્યાપારી ડરી ગયા છે. આજે પણ જે લોકો સારો વેપાર કરી રહ્યા છે તે હફ્તા વસુલીનો શીકાર છે.
સાસંદ હુકુમ સિંહે કરેલા દાવા મુજબ કૈરાનાના વેપારીઓને જેલમાં બેઠેલા દાદાઓને આજે પણ હપ્તા પહોંચાડવા પડે છે. પોલીસ નિષ્પક્ષ આ મામલાની તપાસ કરે તો સત્ય બહાર આવી શકે છે.