Independence Day Features: ભારતનો 76મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2023ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને 1947 માં બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતાની ઉજવણી કરે છે. દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરે છે. આ દિવસ આપણને આઝાદીની લડાઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે. આ વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી એક ખાસ થીમ પર થવા જઈ રહી છે.
લોકો સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવા અને એક પ્રગતિશીલ અને સર્વસમાવેશક ભારત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે એકઠા થાય છે. આ પ્રસંગે મુખ્ય સરકારી ઈમારતોને રોશની અને ત્રિરંગાના ધ્વજથી ઝળહળતી કરવામાં આવે છે. ઘરો અને અન્ય ઈમારતો પર પણ ધ્વજ લહેરાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ "રાષ્ટ્રને સંબોધન" કરે છે. ભારતના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવવાની સાથે ભાષણ પણ આપે છે. રાજ્યની રાજધાનીઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
જાણો શું છે સ્વતંત્રતા દિવસ 2023 ની થીમ
દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી એક ખાસ થીમ પર કરવામાં આવે છે. આ થીમને ધ્યાનમાં રાખીને તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે એટલે કે સ્વતંત્રતા દિવસ 2023ની થીમ 'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' હશે. આજે ભારત ઘણા ક્ષેત્રોમાં આગળ છે. ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી તે દિવસને ચિહ્નિત કરવા માટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત 1858 થી 1957 સુધી અંગ્રેજોના શાસન હેઠળ હતું.
આ ક્ષેત્રમાં સૌથી આગળ છે ભારત
લાલ કિલ્લાના કિલ્લા પરથી વડાપ્રધાન પાછલા વર્ષમાં ભારતની મોટી સિદ્ધિઓ ગણાવે છે અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપે છે. આ ક્ષેત્રોમાં ભારત સૌથી આગળ છે. આજે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં છે. આજે ભારતમાં સૌથી ઉંચો રેલ પુલ, સૌથી લાંબી ટનલ, સૌથી વધુ મોટરેબલ રોડ છે. એટલું જ નહીં આજે દુનિયાનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક ભારતમાં છે. આ બાબતોનો ઉલ્લેખ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.