પોલીસના જણાવ્યા પ્રમાણે, સિયાએ આત્મહત્યા રાતે લગભગ 12 વાગે કરી હતી પરંતુ તેના પિતા તેનો મૃતદેહ સવારે 9 વાગે જોયો હતો. બુધારે રાતે જ સિયાએ ટિકટોક પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બહુ જ ખુબસુરત અને ખુશ જોવા મળી રહી હતી. તેનો આ વીડિયો જોઈને તેની માનસિક હાલતનો અંદાજ લગાવવા બહુ જ મુશ્કેલ છે.
સિયાના મોતથી તેનો દુખી પરિવાર હાલ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી. પરંતુ ઘણાં મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, સિયાના ઘણાં નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સતત વધી રહેલ પોપ્યુલિયારિટીને કારણે સિયાને ધમકીઓ મળતી હતી.
હવે તેને ધમકીઓ કોણ આપી રહ્યું હતું અને કેમ આપ રહ્યું હતું? જોકે હાલ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. સુત્રો પ્રમાણે, પોલીસે સિયાનો ફોન જપ્ત કર્યો છે અને તે તેના આધારે તપાસ કરશે કે સિયાએ આત્મહત્યા કેમ કરી?