Health Tips: કોરોના વેક્સિન લગાવ્યા બાદ હાથમાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં પીડા, નબળાઇ, થકાવટ જેવા કેટલાક સાઇટ ઇફેક્ટ હોય છે. કેટલાક ફૂડસને ડાયટમાં સામેલ કરવાાથી આપ રસીના સાઇડ ઇફેક્ટને ઓછો કરી શકો છો. 

કોવિડ વેક્સિન લગાવ્યાં બાદ કેટલાક સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. જેમકે  હાથમાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં પીડા, નબળાઇ, થકાવટ જેવા કેટલાક સાઇટ ઇફેક્ટ હોય છે. કેટલાક ફૂડસને ડાયટમાં સામેલ કરવાાથી આપ રસીના સાઇડ ઇફેક્ટને ઓછો કરી શકો છો. ડાયટમાં પોષ્ટીક આહાર સામેલ કરવાથી આ સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. તો એવા સુપર ફૂડસ વિશે જાણીએ જેને ડાયટમાં સામેલ કરવાથી સાઇડ ઇફેકટમાં રાહત મળે છે. 

હળદરહળદર ભારતીય વ્યંજનો માટે ખૂબ જ જરૂરી છે. સરપ્લસ એન્ટીબેક્ટરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એનાલ્જેસિક અને એન્ટી ફંગલ  ગુણોની સાથે હળદર ઇમ્યૂન સિસ્ટમને પ્રમોટ કરે છે. તેમાં રહેલા તત્વો બોડી હેલ્થ માટે ખૂબ  જ ફાયદાકારક છે. 

આદુઆદુ એક મુખ્ય મસાલો છે. તે ભોજનને સ્વાદિષ્ટ બનાવાની સાથે તેના ઓષધિય ગુણો શરીર માટે હિતકારી છે. તેમાં મોજૂદ એમિનો એસિડ અને અન્જાઇમો તણાવને દૂર કરીને દિમાગને શાંત કરે છે. રિલેક્સ મહેસૂસ કરવા માટે આપ તેને સાંજની ચા સાથે પી શકો છો. 

ગ્રીન વેજીટેબલ લીલા પાનના શાકમાં ફાઇબર, વિટામિન સી,  પ્રોવિટામિન એ કેરોટેનોયડસ, ફોલેટ, મેગેનીઝ વગેરે હોય છે. આ પોષકતત્વ આપના મોટાબોલિઝ્મને બનાવવામાં મદદરૂપ થાય છે અને થકાવટ મહેસૂસ નથી થતી. રસીકરણ બાદ સ્વસ્થ રહેવા માટે આ એક ઉત્તમ સપ્લીમેન્ટસ છે. 

પાણીથી ભરૂપર ફૂડસએવા ફૂડના વિકલ્પ પસંદ કરો. જેમાં વધુ પ્રમાણમાં પાણી હોય. જો આપ વેક્સિનેશન બાદ સંપૂર્ણ રીતે હાઇ઼ડ્રેટ રહેશો તો તે આપના શરીર તાપમાન અને માનસિક સ્થિતિ બનાવી રાખવામાં મદદ કરશે. પાણીથી ભરપૂર ખાદ્ય પદાર્થને ડાયટમાં સામેલ કરવાથી આપ તરોતાજા રહેશો.રસીકરણ બાદ ડાયટમાં સંતરા, કાકડી, તરબૂચ સામેલ કરો તેનાથી ફાયદો થાય છે. 

 મલ્ટીગ્રેઇનમલ્ટીગ્રેઇન પાચનતંત્રને મજબૂત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી આંતરડા સ્વસ્થ રહે છે. એનર્જી લેવલ વધારવા માટે આપને ડાયટમાં મલ્ટીગ્રેઇન સામેલ કરવો જોઇએ. તેનું ફાઇબરથી ભરપૂર કન્ટેન્ટ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.