દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. આ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે. ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 2263 લોકોના મૃત્યુ થયા છે. ભારતની આ સ્થિતિને જોતા કેટલાક દેશોએ ભારતીયોની તેમના દેશમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભારતથી ફ્લાટસનું આવન-જાવન બંધ કરતાં તમામ કોમોર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ બંધ કરી દીધી છે. તો જાણીએ ક્યાં -કયાં દેશમાં ભારતીયો ટ્રાવેલ નથી કરી શકે,
ન્યૂઝીલેન્ડ: ભારતમાં વધતા જતા સંક્રમણના કારણે ન્યુઝિલેન્ડ સરકારે પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગવી દીધો છે. ન્યુઝિલેન્ડે 28 એપ્રિલ સુધી ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે.
કેનેડા: કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
બ્રિટન: ભારતની કોરોના સંક્રમણની વિસ્ફોટ સ્થિતિને જોતા અને ભારત વેરિએન્ટથી તેમના દેશને બચાવવા માટેબ્રિટને પણ કોરોના વાયરસ ટ્રાવેલના રેડ લિસ્ટમાં ભારતને સામેલ કર્યું છે. બ્રિટનમાં ભારત વેરિએન્ટના 103 કેસ નોંધાતાં આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાન: પાકિસ્તાને પણ ભારતીયોની એન્ટ્રી પર 2 સપ્તાહ માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
હોંગકોંગ: હોંગકોગેમાં પણ 20 એપ્રિલથી 3 મે સુધી ભારતથી આવતી ફ્લાઇટ રદ્દ કરી દેવાઇ છે ઉપરાંત સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.
ઓસ્ટ્રેલિયા:ઓસ્ટ્રેલિયાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગુરુવારે જાહેરાત કરી કે ભારત સહિત કોરોનાના સૌથી વધારે ખતરો ધરાવતા જુદા જુદા દેશોથી આવનારી ઉડાનોની સંખ્યા ઘટાડવામાં આવશે. તેમણે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના ઝડપથી વધતા કેસની વચ્ચે આ નિર્ણય કર્યો છે.
ઓમાન: ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે..
અમેરિકા: ભારતમાં વધતા જતાં કેસના પગલે અમેરિકા બાઇડન સરકારે પણ ભારતીયોને શક્ય હોય ત્યાં સુધી અમેરિકાનો પ્રવાસ ન કરવા માટે સલાહ આપી છે.
શિંગાપોર: શિંગોપોરે પણ ભારતીયોની એન્ટ્રી પર 24 એપ્રીલથી બેન લગાવતા તમામ ફ્લાઇટસ રદ્ કરી છે.
સાઉદી અરબ:સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.
યૂએઇ:જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી (જીસીએએ) અને નેશનલ ઇમરજન્સી કટોકટી અને આપત્તિ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એનસીઇએમએ) એ ગુરુવારે જાહેર કરેલી, સામાન્ય સિવિલ એવિએશન ઓથોરિટી (જીસીએએ) અને 24 મી એપ્રિલના રોજ ભારતથી યુએઈની બધી ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત રહેશે. ભારત તરફથી આવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટેની તમામ ફ્લાઇટ્સ બંધ પ્રભાવિત થશે.