મુંબઈઃ મહારાષ્ટ્રના નાસિકમાં હોસ્પિટલમાં લાગેલી ઘટનામાં 22 દર્દીનાં મોત નિપજ્યાં એ ઘટના તાજી છે ત્યાં મહારાષ્ટ્રમાં બનેલી વધુ એક ઘટનામાં 13 દર્દીનાં મોત નિપજ્યાં છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં આવેલા વિજય વલ્લભ કોવિડ સેન્ટરના આઈસીયુમાં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આગની આ ઘટના સમયે આઈસીયુમાં 15 દર્દી હતા અને સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ હતા.


આ હોસ્પિટલ દ્વારા જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આગ લાગવાની ઘટના શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે બની હતી. આ કોવિડ સેન્ટર બીજા ફ્લોર પર છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાવાયું છે. ફાયર બ્રિગેડે તરત જ પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. વિરાર ગુજરાતીઓની નોંધપાત્ર વસતી ધરાવતો વિસ્તાર હોવાથી મૃતકોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે હોવાની શક્યતા છે.


વિરારની કોવિડ  19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, જેમણે પોતાના, પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.  આ સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. 


આ ઘટના સમયે આઇસીયુમાં બે નર્સ હાજર હતી. હોસ્પિટલના સીઇઓ દિલીપ શાહે દાવો કર્યો છે કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા, પરંતુ તેમને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે કુલ કેટલો સ્ટાફ ડ્યૂટી પર હતો તો તેઓ સાચો આંકડો જણાવી શક્યા નહોતા.


Coronavirus in India: પીએમ મોદીની આજે ત્રણ મહત્ત્વપૂર્ણ બેઠક, બંગાળનો ચૂંટણી પ્રવાસ કર્યો રદ્દ


ગુજરાતના આ મોટા શહેરના ડોક્ટરોએ કહ્યું- રાજ્યમાં 10 દિવસનું લોકડાઉન લગાવો નહીં તો ગંભીર....


ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યનું મોટું નિવેદન, કહ્યું- હર્ડ ઇમ્યુનિટિ માટે રસીકરણ જ વિકલ્પ, ત્રીજી લહેરમાં તો રોતા પણ નહીં આવડે !


ગુજરાતના આ શહેરમાં કોરોનાનો હાહાકાર, એક દિવસમાં 5142 નવા કેસ, દર કલાકે 200થી વધુ કેસ