મુંબઇઃ કોરોના વાયરસના પ્રસારને જોતા મુંબઇમાં પાંચ વિસ્તારોને જડબેસલાક સીલ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 200ને પાર પહોંચી ગઇ છે.

મુંબઇમાં પાંચ વિસ્તારો સીલ કરી દીધા છે, આ બધા વિસ્તારો મુંબઇ મેટ્રૉપૉલિટનમાં ડૉબિવલી ઇસ્ટના છે. આ વિસ્તારોમાં રાજાજી પથ, બાલાજી ગાર્ડન, અરે વિલેજ, મ્હાત્રે નગર, સહકાર નગર સામેલ છે. કોરોનાના કહેરને જોતા કેટલીક ઝૂંપડપટ્ટીઓના વિસ્તારોમાં પણ લોકોની ગતિવિધિઓ પર પણ પાબંદી લગાવવામાં આવી છે.



આ પાબંદીની જાહેરાત કેડીએમસી નગર નિગમના આયુક્ત વિજય સૂર્યવંશીએ કરી છે. વિજય સૂર્યવંશીએ બુધવારે કેડીએમસીના ફેસબુક પેજ પર એક વીડિયો પૉસ્ટ કરીને આ નિર્ણયનું એલાન કર્યુ હતુ.

વિજય સૂર્યવંશીએ ફેસબુક પૉસ્ટમાં લખ્યુ કે ડોબિવલી ઇસ્ટમાં 5 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તારોમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે.