દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ સાડા ત્રણ લાખની આસપાસ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં સંક્રમિત દર્દીને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડે છે. રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રને સતત ઓક્સિજન આપવાની માગ કરવામાં આવી રહી છે. દેશના પાંચ એવા રાજ્યો છે જ્યાં કોરોના સંક્રમીતોની સંખ્યા સૌથી વધારે છે, પણ ત્યાં પૂરતી માત્રામાં ઓક્સિજન આપવામાં નથી આવી રહ્યો. ઓક્સિજનની માગ કરનાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં પણ વધારો થયે છે.
દેશમાં પાંચ એવા રાજ્યે છે જ્યાં સંક્રમીતોની સંખ્યા સૌથી વધારે છે. આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. 8 મેના રોજ બહાર પાડવામાં આવેલ એક સરકારી ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે હવેથી મહારાષ્ટ્રને 1779 મેટ્રિક ટન, કર્ણાટકને 1015 મેટ્રિક ટન, કેરળને 223 મેટ્રિક ટન, ઉત્તર પ્રદેશને 894 મેટ્રિક ટન સપ્લાઈ કરવામાં આવશે. ત્યાર બાદ આ રાજ્યો દ્વારા કેન્દ્રથી સતત ઓક્સિજન સપ્લાઈ વધારવાની માગ કરવામાં આવી રહી છે.
જરૂરત કરતાં ઓછો મળી રહ્યો છે ઓક્સિજન
આ પહેલા 24 એપ્રિલને એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર તરફથી મહારાષ્ટ્રને દરરોજ 1784 મેટ્રિક ટન, કર્ણાટકને 802 મેટ્રિક ટન, કેરળને 99 મેટ્રિક ટન, ઉત્તર પ્રદેશને 857 મેટ્રિક ટન અને રાજસ્થાનને 265 મેટ્રિકન ટન ઓક્સિજન સપ્લાઈ કરવામાં આવશે. જ્યારે દિલ્હીમાં પણ કોર્ટના ઓર્ડર બાદ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197