આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 1લી એપ્રિલ 2025માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આનો અર્થ એ છે કે રસોડાથી લઈને બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ ધારકો સુધી દરેકને તેની અસર થશે. સૌ પ્રથમ બેંક ખાતાઓ અને ક્રેડિટ વિશે જાણીએ કે શું  ફેરફાર થવા જઈ રહ્યો છે.


ક્રેડિટ કાર્ડ પર ફેરફાર


આગામી નાણાકીય વર્ષમાં ક્રેડિટ કાર્ડ ધારકો માટે ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે યુઝર્સને  અસર કરી શકે છે. એક તરફ, ABIના સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડે સ્વિગી રિવોર્ડ પોઈન્ટ 10 ગણાથી ઘટાડીને 5 ગણા કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ એર ઈન્ડિયાએ સિગ્નેચર પોઈન્ટ્સ 30થી ઘટાડીને 10 કરવાની જાહેરાત કરી છે.


એલપીજી પર અસર


તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે. આવી સ્થિતિમાં, તમે આગામી મહિનામાં એક તારીખે તેમાં કેટલાક ફેરફારો જોઈ શકો છો. જો કે લાંબા સમયથી એલપીજીના ભાવમાં કોઈ વધારો થયો નથી. પરંતુ આશા છે કે, નવા નાણાકીય વર્ષમાં એલપીજીના ભાવમાં થોડી રાહત મળી શકે છે. જ્યારે વાહનોમાં વપરાતા CNGની કિંમતો વિશે વાત કરીએ તો તેમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.


બેંક ખાતાઓ સંબંધિત ફેરફાર


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને PNB સહિત અન્ય ઘણી બેંકો મિનિમમ બેંક બેલેન્સમાં ફેરફાર કરી રહી છે. હવે લઘુત્તમ બેલેન્સની નવી મર્યાદા સેક્ટર મુજબ નક્કી કરવામાં આવશે અને તેના પર ચાર્જ લેવામાં આવશે. આવી સ્થિતિમાં તેની સીધી અસર બેંક ખાતાધારકોના ખિસ્સા પર પડશે.


નોંધનીય છે કે, હાલમાં વિવિધ બેંકોની મિનિમમ બેલેન્સ લિમિટ અલગ-અલગ છે. જો તે મિનિમમ બેલેન્સના નિયમોનું પાલન ન થાય તો બેંક ખાતાધારકો પર દંડ લાદવામાં આવે છે. ભવિષ્યમાં આમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.


ઘણા UPI એકાઉન્ટ બંધ થઈ જશે


આજકાલ પેમેન્ટ માટે UPI ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ આવા મોબાઈલ નંબર જે યુપીઆઈ એકાઉન્ટ સાથે જોડાયેલા છે પરંતુ એક્ટિવ નથી, તે 1 એપ્રિલથી બંધ થઈ જશે. આ સાથે તેને બેંકના રેકોર્ડમાંથી પણ હટાવી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે જો તમારો કોઈ મોબાઈલ નંબર UPI સાથે લિંક છે, પરંતુ તેનો ઉપયોગ થઈ રહ્યો નથી, તો તે બંધ થઈ જશે.