નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને રોકવા માટે તમામ રાજ્યોની સરકારો પોત પોતાની રીતે કોશિશ કરવા લાગી છે. જોકે હજુ સુધી સંક્રમણ પર કાબુ નથી મેળવી શકાયો. કેટલાય રાજ્યોની સરકારે પોતાને ત્યાં નાઇટ કર્ફ્યૂ અને વીકેન્ડ લૉકડાઉનનો સહારો લીધો છે. જાણો દેશમાં કયા કયા રાજ્યોએ પોતાને ત્યાં લગાવી દીધુ છે લૉકડાઉન, અને અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ......


મધ્યપ્રદેશ અને રાજસ્થાને મોટા પગલા ભર્યા છે. આવામાં જાણવુ જરૂરી છે કે કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસની રોકથામ માટે શું શું પાબંદીઓ અને પગલા ભરવામા આવ્યા છે. એક નજર તે રાજ્યો પર.....


ઝારખંડ- 
કોરોના મહામારી સામે નિપટવા માટે હેમંત સરકારે 13 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ પહેલા 22 એપ્રિલ સુધી 6 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી. 


રાજસ્થાન- 
કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે 17 મે સુધી લૉકડાઉન જેવી પાબંદીઓ લાગુ કરી દેવામા આવી છે. નવા નિયમ અંતર્ગત રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી સખત લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. 


મધ્યપ્રદેશ- 
અહીં 15 મે સુધી કોરોના કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ છે, આ દરમિયાન આવશ્યક વસ્તુઓને આનાથી છૂટ આપવામાંથી આવી છે. મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે લૉકડાઉનનો કડકાઇથી પાલન કરવામા આવે. 


દિલ્હી-
અહીં 19 એપ્રિલથી લૉકડાઉન લાગુ કરવામા આવ્યુ છે. આદેશ અનુસાર દિલ્હીમાં લૉકડાઉન 10 મે સુધી યથાવત રહેશે.  


બિહાર- 
રાજ્યમાં 4 મેથી લઇને 15 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન જરૂરી સેવાઓને આનાથી દુર રાખવામાં આવી છે. 


ઉત્તરપ્રદેશ- 
સપ્તાહાંત લૉકડાઉન ઉપરાંત 10 મે સુધી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. 


હરિયાણા- 
રાજ્યમાં 3 મેથી સાત દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા 9 જિલ્લામાં વીકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યુ હતુ. 


ઓડિશા- 
5 મેથી લઇને 19 મે સુધી લૉકડાઉન, એટલે કે રાજ્યમાં 14 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. 


કર્ણાટકા- 
રાજ્ય સરકારે ફેંસલો કર્યો છે કે 12 મે સુધી લૉકડાઉન રહેશે, આ લૉકડાઉન 27 એપ્રિલથી યથાવત છે. 


ગુજરાત- 
રાજ્યમાં 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ચાલુ છે, આ ઉપરાંત સાર્વજનિક સ્થળો પર એકઠા થવા પર મનાઇ છે.  


મહારાષ્ટ્ર- 
રાજ્યમાં કોરોના સાથે જોડાયેલી પાબંદીઓને 15 મે સુધી લાંબાવી દેવામાં આવી છે.